સુરત-

શહેરમાં મેટ્રો ટ્રેનની કામગીરી હવે ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા. જેમાં રૂપિયા 789 કરોડના ટેન્ડરને મંજુર કરવામાં આવ્યું છે. 30 મહિનાની અંદર આ મેટ્રોની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. ત્રણ અલગ-અલગ ફેઝમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. જેમાં સૌથી પહેલા 11.6 કિલોમીટર કાદરશાની નાળથી ડ્રિમ સિટી વચ્ચે 10 એલિવેટેડ સ્ટેશન બનશે. મેટ્રોના પહેલા ફેઝ માટે 11 કિલોમીટર એલિવેટેડ રૂટ અને 10 સ્ટેશનના કામ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ફાઈનાન્શિયલ બીડ ખોલવામાં આવ્યા છે. બીડમાં કુલ 6 મોટી કંટ્રક્શન કંપનીઓએ ટેન્ડર ભર્યા હતાં. જેમાં એક કંપની ડિસક્વોલિફાય થઈ હતી. પહેલા ફેઝમાં 10 એલિવેડેટ સ્ટેશન બનશે. સુરત મેટ્રોની યોજના પહેલાની લાઈન 1 માં 21.61 કિલોમીટર લાઈન હશે. જેમાં સૌથી પહેલા 11.6 કિલોમીટર કાદરશાની નાળથી ડ્રિમ સિટી વચ્ચે 10 એલિવેટેડ સ્ટેશન બનશે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં સુરતમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવા માટે પાલિકા દ્વારા તજવીજ હાથ ધરાઇ છે. આ મેટ્રો પ્રોજેક્ટ 12 હજાર કરોડનો છે. પ્રથમ ફેઝમાં 10 મેટ્રો સ્ટેશનનો કોરિડોર તૈયાર કરવામાં આવશે. જે કાદરશાહની નાળથી ડ્રીમસિટી સુધી જશે. જે રૂપિયા 789 કરોડના ખર્ચે તૈયાર થશે. જેનુ ટેન્ડર પણ હાલ પાસ થઈ ગયું છે.