સુરત-

કોરોના કાળમાં લગાવવામા આવેલા લોકડાઉનમાં સુરત પોલીસે ગેરકાયદેસર 93 લાખ ચૂકવણીના ટોઇંગ ક્રેઇન એજન્સીને આપ્યા હોવાનો આરોપ લગાડવામાં આવ્યા છે. સુરતના RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝવા એ ટ્રાફિક પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમિશનર પર આરોપ મુકાયો છે.

આરટીઆઈ એક્ટિવિસ્ટે ટ્રાફિક વિભાગ અને પોલીસ કંટ્રોલ રૂમમાંથી માહિતી મેળવી 93 લાખ રૂપિયા ખોટી રીતે મેળવ્યા હોવાનો દાવો કર્યો છે. નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક પ્રશાંત સુંબે, મદદનીશ પોલીસ કમિશનર એપી ચૌહાણ અને કોન્ટ્રકટર અગ્રવાલ એજન્સી સામે આ આરોપ લગાવવામાં આવ્યા છે. આરટીઆઈ એક્ટીવીસ્ટ સંજય ઈઝાવાએ જણાવ્યું હતું કે, સુરત શહેરના જાહેર રસ્તાઓમાં અડચણ રૂપ પાર્ક કરેલા વાહનો દુર કરવા માટે અગ્રવાલ એજન્સીને 21 ડિસેમ્બર 2019થી વર્ક ઓર્ડર આપવા આવ્યા. અગ્રવાલ અજેન્સીએ ટેન્ડરની ઘણી શરતોના ઉલ્લંઘન કર્યુ છે. જે અંગે ફરિયાદ કરવામાં આવેલી હોવા છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મોટર વેહિકલ એક્ટના ભંગ કરીને ટોઇંગ વાહનના ત્રણે બાજુ ટુ વ્હીલ લટકાવવાની પદ્ધતિ બંધ કરાવવા માટે સંજય ઇઝાવા દ્વારા વકીલ ગીરીશ હારેજા મારફતે લીગલ નોટીસ પાઠવીને કાયદેસર કાર્યવાહીની માંગણી કરી હતી. સુરત પોલીસે ગેરકાયદેસર 93 લાખ ચૂકવણીના ટોઇંગ ક્રેઇન એજન્સીને આપ્યા હોવાનો આરોપ લગાડવામાં આવ્યા છે. સુરતના RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝવાએ ટ્રાફિક પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમિશનર પર આરોપ મુકાયો છે.