સુરત-

વેચાણથી જમીન આપવાના બહાને રૂપિયા 12 કરોડ જેટલી રકમ મોટા અડાજણના યુવક પાસેથી પડાવી લેવામાં આવી છે. છેતરપીંડીની ફરિયાદ સીઆઇડીમાં દાખલ કરવમાં આવી હતી. સીઆઇડીએ આરોપી પિન્ટુ દેસાઈની ધરપકડ કરી છે.

સુરતમાં જમીનની કરોડોની છેતરપિંડી સામે આવી છે. આ છેતરપિંડી મામલે અડાજણના વિપુલ પટેલ દ્વારા સીઆઇડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ જમીનના સોદા બાદ માત્ર સાટાખાત કરી આપી રૂપિયા 12 કરોડ જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી. ત્યારબાદ જમીનનો દસ્તાવેજ કરવામાં હાથ ઊંચા કરી દેવામાં આવ્યા હતા.

સુરતમાં વેચાણથી જમીન આપવાના બહાને રૂપિયા 12 કરોડ જેટલી રકમ મોટા અડાજણના યુવક પાસેથી પડાવી લેવામાં આવી છે. છેતરપીંડીની ફરિયાદ સીઆઇડીમાં દાખલ કરવમાં આવી હતી. સીઆઇડીએ આરોપી પિન્ટુ દેસાઈની ધરપકડ કરી છે.