સુરત-

સુરત મદદનીશ ઇજનેર રૂપિયા પંદર હજારની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઇ ગયો છે. સુરત મહા નગરપાલિકાના રાંદેર વેસ્ટ ઝોનમાં ડ્રેનેજ વિભાગ માં મદદનીશ ઇજનેર તરીકે નોકરી કરતો જીગ્નેશ નટવરલાલ મોદી રૂપિયા પંદર હજારની લાંચ લેવાના છટકા માં ઝડપાઇ ગયો છે. આ વિસ્તારમાં આવેલા જહાંગીરપુરા મા બિલ્ડિંગના ૧૨૦ જેટલાં ડ્રેનેજ જોડવાની કાર્યવાહી કરવા માટે મહાનગરપાલિકામાં અરજી કરવામાં આવી હતી. પરંતુ કામ થતું ન હતું.આ અંગે રાંદેર વેસ્ટ ઝોનના ડ્રેનેજ વિભાગ માં મદદનીશ ઇજનેર તરીકે નોકરી કરતા જીગ્નેશ મોદીએ ડ્રેનેજ જોડાણ મંજુર કરવાના બદલામાં એક ફ્લેટ દીઠ રુપીયા ૧૫૦/- લેખે રૂપિયા હજાર અઢાર હજારની લાંચની માંગણી કરી હતી. પરંતુ રકઝકના અંતે રૂપિયા પંદર હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ અંગે લાંચ વિરોધી બ્યુરોમાં ફરિયાદ કરવામાં આવી હતી. અને લાંચ વિરોધી બ્યુરો ના મહિલા ઇન્સ્પેક્ટર એ.કે. ચૌહાણ અને ઇન્સ્પેક્ટર કે. જે. ચૌધરી અને તેમની ટીમે છટકું ગોઠવ્યું હતું. જેમાં તેની જ ઓફિસમાં લાંચ લેતા જીગ્નેશ મોદી રંગે હાથ ઝડપાઇ ગયા હતા. એસીબી ટીમે તેમની અટકાયત કરી હતી અને તેમની પાસેથી લાંચની રકમ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.