સુરત-

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી ભૂલકા વિહાર શાળામાં બુધવારે જન ઔષધિ દિવસ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી. જેમાં, શાળામાં ઉપસ્થિત તબીબોએ વિદ્યાર્થીનીઓને આરોગ્ય વિષયક માહિતી પ્રદાન કરી હતી.

દેશભરમાં પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો શરૂ કરવાનું શ્રેય વર્તમાન પ્રધાનમંત્રી મોદીને જાય છે. કારણકે, આ કેન્દ્રો પરથી સામાન્ય અને ગરીબ વર્ગને મોંઘી એન્ટિબાયોટિક દવાઓ તેજ કન્ટેઇનના સાથે આશીર્વાદ સમાન એવી જનરીક રૂપમાં અત્યંત કિફાયતી દરમાં દવાઓ મળે છે.આગામી 7મી માર્ચના રોજ પ્રધાનમંત્રી જનઔષધિ પરિયોજના અંતર્ગત સમગ્ર દેશમાં જનઔષધિ દિવસ મનાવવામાં આવશે.તે અંતર્ગત એક સપ્તાહ સુધી વિવિધ સામાજિક કાર્યો સહિતની પ્રવૃત્તિ કરવામાં આવશે.ભારતમાં સામાન્ય નાગરિકોને સમગ્ર જીવન દરમિયાન આરોગ્ય પાછળ ઘણો મોટો ખર્ચ થતો હોય છે. ત્યારે, વર્તમાન સરકાર દ્વારા અનેક આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેમાં, પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રોએ લોકો માટે ખુબ જ સુંદર કાર્ય કરી રહ્યું છે. બુધવારે ભૂલકા વિહારમાં આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત તબીબોએ વિદ્યાર્થીનીઓને આરોગ્યની સાથે સાથે શરીરની સ્વચ્છતા અંગે સેનિટરી પેડની શું અગત્યતા છે તે વિષે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.આગામી એક સપ્તાહ સુધી નાગરિકોને જનરીક દવાઓ શું છે તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવશે તેમજ નિબંધ સ્પર્ધા, સિનિયર સિટિઝનોનું સન્માન , હેલ્થ ચેક એ કેમ્પ, પદયાત્રા, બાઈક રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન કરી લોકજાગૃત્તિ માટે સરાહનીય પ્રયાસો કરવામાં આવનાર છે.અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે આ જનઔષધિ કેન્દ્રોના કારણે દેશભરમાં સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોના કરોડો રૂપિયાની બચત થઇ રહી છે.