સુરત, કોરોના સંક્રમણને કારણે સૌથી વધુ ચર્ચામાં ત્યારે રેમડીસીવીર ઇન્જેક્શનની છે. જેને લઇને હાલ વહીવટીતંત્ર માટે પણ તેની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની રહ્યું છે, બીજી તરફ ઇન્જેક્શન અને લઈને રાજકીય ચર્ચા પણ ખૂબ થઈ રહી છે. આ સ્થિતિની વચ્ચે આખરે રાજ્ય સરકારે સુરત શહેર માટે ૩૦૦૦ ઇન્જેક્શન અને ગ્રામ્ય વિસ્તાર માટે ૧૦૦૦ ઇન્જેક્શન ની વ્યવસ્થા કરી છે. કલેક્ટરે આ અંગે જણાવ્યું, ખાનગી હોસ્પિટલે સિવિલ હોસ્પિટલ ખાતેથી ઈન્જેક્શન મેળવવાના રહેશે અને દર્દીઓના સગાઓએ ઈન્જેક્શન લેવા ન જવા અપીલ છે.

કોરોના સંક્રમિત દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન આપતા તેમની સ્થિતિમાં સુધારો થવાથી તેની જરૂરિયાત માં ખૂબ વધારો થયો છે. કોરોના સંક્રમિત એક દર્દીને પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે સામાન્ય રીતે જાેઈએ તો ૬ જેટલા ઇન્જેક્શનો આપવા માટેનું લખાણ હોય છે. તેથી દર્દી દીઠ ઇન્જેક્શનોની મોટી માંગ ઉભી થઇ છે. દર્દીના સંબંધીઓને જીવન રક્ષક ઇન્જેક્શન લેવા માટે શહેરમાં જ્યાં વ્યવસ્થા છે ત્યાં લાંબી કતારમાં જાેવા મળી રહ્યા છે છતાં પણ તેમને જરૂરિયાત મુજબનો જથ્થો મળી રહ્યો નથી.

શહેરની ખૂબ જ ગંભીર સ્થિતિને જાેતા આખરે રાજ્ય સરકાર દ્વારા સુરત શહેરને ૩૦૦૦ ઇન્જેક્શન અને ૧૦૦૦ ઇન્જેક્શન ગ્રામ્ય વિસ્તાર માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ઇન્જેક્શન મેળવવા માટે જે પણ હોસ્પિટલમાં દર્દી સારવાર લઈ રહ્યો હોય તે જ હોસ્પિટલ દ્વારા માંગણી કરવામાં આવશે અને તેમના સ્ટાફ દ્વારા જ સિવિલ હોસ્પિટલમાં જઈને તે ઇન્જેક્શન લાવવામાં આવશે. જિલ્લા કલેકટર ડોક્ટર ધવલ પટેલ સ્પષ્ટતા કરી, જ્યાં સુધી હશે ત્યાં સુધી સિવિલ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલ ને ૩૦૦૦ સુધી ઇન્જેક્શન મળી શકશે. પરંતુ મહત્વની બાબત એ છે કે ખાનગી હોસ્પિટલના સંચાલકો ઇન્જેક્શન મેળવવા માટે જવાને બદલે દર્દીના સંબંધીઓને કતારમાં ઊભા રહેવા માટે મોકલી દે છે જે ખરેખર અયોગ્ય છે.