સુરત,

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 248 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 190 જયારે ગ્રામીણ વિસ્તારમાં 58 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 5967 પર પહોંચી છે, જયારે આજે 12 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 226 પર પહોંચ્યો છે, તેવામાં આજે 87 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 248 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 190 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 5274 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 58 કેસ સાથે દર્દી સંખ્યા 693 પર પહોંચી છે. 

કુલ દર્દી સંખ્યા 5967પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 12 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 226 થયો છે. જેમાંથી 22 મૃત્યુ જિલ્લાના છે અને 204 મોત શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 58 જ્યારે જિલ્લામાં આજે 22 દર્દીને રજા આપતા, કુલ 78 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 3635 થઈ છે. જેમાંથી જિલ્લાના 333 દર્દીઓ પણ કોરોના સામે જંગ જીતવામાં સફળ રહ્યાં છે.