સુરત-

સમગ્ર દેશમાં ભારે હાહાકાર મચાવી રહેલા કોરોના વાયરસના સંકજામાંથી ગુજરાત પણ બાકાત રહ્યા નથી. જેમાં ગુજરાતના આર્થિક પાટનગર કહેવાતા સુરતમાં કોરોનાનો રાફ્ટો ફાટ્યો છે અને કેસની સંખ્યા ૩૩ હજારને પાર કરી ગઈ છે.

આજે સવારે વધુ ૧૬૩ કેસ નોંધાયા હતા. જેમાં સુરત શહેરમાં ૧૦૨ અને ગ્રામ્યમાં ૬૩ કેસનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૩૩,૦૯૭ ઉપર પહોંચી છે પરંતુ તેની સામે ૨૯,૮૦૦ દર્દીઓને કોરોનાને મ્હાત આપી સાજા થતા ડિસ્ચાર્જ થયા છે.

જાકે ૯૭૨ દર્દીઓ કોરોના સામે જંગમાં હારી ગયા છે. આજે સવારે સુરત શહેરમાં ૧૦૨ કેસ આવ્યા હતા જે સાથે કુલ કેસની સંખ્યા ૨૪ હજારને પાર કરી ૨૪,૦૪૭ થઈ છે અને મરણાંક ૭૦૧ નોંધાયા છે. તેજ પ્રમાણે જિલ્લામાં પણ સવારે ૬૩ કેસ નોધાવાની સાથે કેસની સંખ્યા ૯ હજારને પાર કરી ૯૦૫૦ થઈ છે અને મરણાંત ૨૭૧ નોંધાયો છે. 

ઍક સમયે સુરત શહેર અને ગ્રામ્યમાં કોરોનાનો ભારે રાફ્ટો ફાટ્યો હતો. રોજના થોકબંધ કેસો સપાટી ઉપર આવવા લાગ્યા હતા જેના કારણે આરોગ્ય વિભાગમાં સતત દોડતો રહ્ના હતો. તંત્ર દ્વાર કોરોનાને નિયંત્રણમાં લાવવા માટે અથાક પ્રયાસો કરવામાં આવી રહ્ના છે. જેમાં ધીરેધીરે સફળતા મળી રહી હોય તેમ છેલ્લા કેટલાક દિવસોથી કેસની સંખ્યામાં ઘટાડો જાવા મળી રહ્ના છે.ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 252 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 169 જયારે ગ્રામીણ વિસ્તારમાં 78 દર્દી નોંધાયા છે. જયારે આજે 3 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 972 પર પહોંચ્યો છે, તેવામાં આજે 285 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.