સુરત-

આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓના વાગી રહેલા પડધમ વચ્ચે સુરત જિલ્લા કલેકટરે લાંબા સમયના વિરામ બાદ આજે ૪૧ ડેપ્યુટી મામલતદારોની બદલીના હુકમો કરતા કયાંક ખુશી તો કયાંક ગમ જાેવા મળ્યો હતો.કોરોનાની મહામારી વચ્ચે આગામી ડિસેમ્બર મહિનાથી પાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી અંગેની જાહેરાત થાઇ તેવી શકયતાઓ છે. જેના કારણે જિલ્લા કલેકટરમાં ચૂંટણી લક્ષી કામગીરીનો ધમધમાટ શરૃ થઇ ચૂકયો છે.

આજે સુરત જિલ્લા કલેકટરે ૪૧ ડેપ્યુટી મામલતદારોની બદલીના હુકમો કર્યા હતા. જેમાંથી મોટાભાગના ત્રણ વર્ષનો સમયગાળો પૂર્ણ થયો હોઇ તેવા હતા. તો કેટલાકને મુળ સ્થાને રાખીને ચૂંટણીની વધારાની કામગીરી પણ સોંપી છે. આમ આગામી ચૂંટણીને લઇને તંત્ર દોડતુ થઇ ગયુ છે. કામગીરી શરૃ થઇ ચૂકી છે.