સુરત-

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ધીમે ધીમે ઘટાડો આવી રહ્યો છે અને સરકારે પણ રાત્રિ કફ્ર્યૂમાં રાહત આપી દીધી છે. બીજી તરફ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ રહી છે ત્યારે સુરત શહેરમાં ફરીવાર કોરોના વાયરસે ચિંતા વધારી છે. સુરતમાં કોરોના વાયરસના કેસ ફરી વધી રહ્યા છે ત્યારે કોરોનાના કેસ વધતા સુરત મનપા કમિશનરે મહત્વનો ર્નિણય લીધો છે. સુરતમાં માસ્ક માટે ફરી કડક કાર્યવાહીના આદેશ અપાયા છે.

સુરતમાં ચૂંટણીને લઈને ઘણા બધા કાર્યક્રમ થઈ રહ્યા છે. રાજકીય પક્ષો રેલી કરી રહ્યા છે અને મતદાન પણ થવાનું છે ત્યારે કમિશનર દ્વારા મતદાનના દિવસે પણ કોરોનાના નિયમોનું પાલન કરવાનું કહેવાયું છે. સાથે જ સુરતમાં ટેસ્ટિંગ સઘન કરવા પણ સૂચના અપાઇ છે. સુરત મનપા કમિશનરે કોરોના કાબૂમાં કરવા માટે ફરી કડક કાર્યવાહીની સૂચના આપી છે.

નોંધનીય છે કે ભારતમાં છેલ્લા ઘણા દિવસથી ધીમે કોરોના વાયરસ રાહત મળી રહી હતી પરંતુ મહારાષ્ટ્ર અને કેરળમાં કોરોના વાયરસના વધતાં કેસોએ ચિંતા વધારી દીધી છે. મહારાષ્ટ્રમાં તો લોકડાઉન લાગાવી દેવામાં આવશે તેવી અટકળોના કારણે જનતામાં ભયનો માહોલ છે ત્યારે સુરતમાં કમિશનરે કોરોના વધરે ન વકરે તે માટે મહત્વના આદેશ આપી દીધા છે.