સુરત-

ઉધના ત્રણ રસ્તા નજીક આવેલી દેના બેન્કમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બેન્ક નજીક રહેતા સ્થાનિક દ્વારા ઘટના અંગે ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી. આગના કારણે બેન્કની અંદર કાગળ સહિતની વસ્તુઓ સળગી ઉઠતા ધુમાડો ઉઠ્યો હતો. સમયસર ઘટનાસ્થળે પહોંચી ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગને લીધે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેથી પાડોશીઓએ ફાયરબ્રિગેડને જાણ કરતાં ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવી લીધો હતો. જો કે, બેન્કના અમુક કાગળો બળીને ખાખ થયાનું કહેવામાં આવી રહ્યું છે. જેના પર પાણીનો મારો ચલાવીને ગણતરીની મીનિટોમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. ફાયર વિભાગના અધિકારી ચિરાગભાઈના જણાવ્યા મુજબ બેન્કમાં સાફ સફાઈ ચાલી રહી હતી, ત્યારે અચાનક શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગઈ હતી. આ ઘટના અંગે GEB ને જાણકારી આપવામાં આવી છે. બેન્કની અંદર કેટલાક કાગળો બળી ખાખ થઈ હતા. જેેના કારણે ચારેય બાજૂ ધુમાડો જોવા મળ્યો હતો.