સુરત-

સુરતના મધ્યમાંથી પસાર થતી તાપી નદી જાણે સુરત ના લોકો માટે આપઘાત માટેની સરળ જગ્યા બની ગઈ છે. કારણકે તાપી નદી પર આવેલા બ્રિજ પરથી કોઈને કોઈ વ્યક્તિ તાપી નદીમાં આપઘાત માટે ઝંપલાવતા હોય છે. ત્યારે સુરત ફાયર વિભાગે આજે ૪૦ મિનિટના અંતરમાં બે અલગ અલગ જગ્યા પરથી તાપી નદીમાં મોતની છલાંગ મારનારા એક મહિલા અને એક કિશોરનો જીવ બચાવ્યો હતો. જેમાં પહેલા બનાવમાં સુરતના ઉતરાણ ખાતે આવેલા તાપી નદીના બ્રિજ પરથી એક ૩૦ વર્ષીય મહિલા કાળી બહેન પારધી કોઈ અગમ્ય કારણ સર તાપી નદીમાં મોતની છલાંગ મારી હતી.

આ મહિલા કૂદતાની સાથે ત્યાં રહેલ પિલર પાસે લટકી રહ્યાનો સુરત ફાયર વિભાગને ૯ કલાક અને ૮ મિનિટનો કોલ મળતા ફાયરની ટિમ તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર પહોંચી મહિલાને રેસ્કયુ કરી બહાર કાઢી હતી. આ ઘટના ૪૦ મિનિટ બાદ ફાયર વિભાગ બીજાે કોલ મળ્યો હતો. જેમાં મોટા વરાછા ખાતે આવેલ સવજી કોરાટ બ્રિજ પરથી એક ૧૫ વર્ષીય કિશોર એ આપઘાત કરવાના ઇરાદે તાપી નદીમાં મોતની છલાંગ મારી હતી જાેકે ફાયર તાત્કાલિક બનાવ વાળી જગીયા પર પહોંચીને આ ૧૫ વર્ષીય કિશોરને રેસ્કયું કરી તેને બચાવી લીધો હતો. આ કિશોરે પોતાનું નામ ચેતન ઠાકોર જણાવ્યુ હતુ અને પરિવારમાં ઝઘડો થતા આવેશમાં આવી જઈને આ પગલું ભર્યું હોવાની જાણકારી આપી હતી.

આમ ફાયરે બનેવ લોકો બચાવી આ બંનેનો કબજાે પોલીસ ને આપતા પોલીસ આ મામલે ગુનો નોંધી આ મામલે તપાસ શરૂ કરી છે. મહિલાને બચાવવા માટે ફાયર બ્રિગેડના જવાનો સીધા પૂલ પરથી જ દોરડું બાંધીને નીચે ઉતર્યા હતા અને તેને લાઇફ ગાર્ડ પહેરાવી બચાવી લીધી હતી. જાેકે, તેના નસીબમાં જિંદગી હશે એટલે મોત પહેલાં ફાયર વિભાગ આવી પહોચ્યો હતો. આ મહિલાએ ઘરમાં ઝઘડો થતા અંતિમ પગલુ ભર્યુ હોવાનું જણાવ્યું હતું. તેને રેસ્કયુ કરી અને હોડીના મારફતે કિનારે લઈ આવવામાં આવી હતી. બંને ઘટનામાં પારિવારિક મનદુખ જ સામાન્ય વાત તરીકે ઉપસી આવી હતી.