સુરત-

સુરતના સરથાણા ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત મહાત્મા ગાંધી સ્કુલ આવેલી છે. જ્યાં 2500 જેટલા બાળકો પાસે એડમિશન ફોર્મ ભરાવવામાં આવ્યાં હતાં. પરંતુ તેમાંથી માત્ર 600 જ બાળકોને એડમિશન આપવામાં આવ્યાં છે. જયારે 1900 જેટલા બાળકો એડમિશનથી વંચિત રાખવામાં આવ્યાં છે. જેને લઈને વાલીઓએ શિક્ષણ સમિતિ કચેરી પહોંચી રજૂઆત કરી હતી. જો કે આ મામલે વાલીઓએ જણાવ્યું હતું કે અમે રજૂઆત કરી તો અમને એવું જણાવવામાં આવ્યું હતું કે સ્ટાફની અછત છે. 800 જેટલા શિક્ષકોની ઘટ છે જો કે આવું જણાવવામાં આવતાં વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. સરથાણા ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત મહાત્મા ગાંધી સ્કૂલમાં 2500 બાળકો પાસે એડમિશન ફોર્મ ભરાવવામાં આવ્યાં હતાં. પરંતુ તેમાંથી માત્ર 600 જેટલાં જ બાળકોને એડમિશન આપવામાં આવ્યું હતું. જયારે બાકીના 1900 જેટલા બાળકો શિક્ષણથી વંચિત રહેતાં વાલીઓએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં રજૂઆત કરી હતી.