સુરત-

રાજ્યમાં અવાર નવાર નકલી સોનું બેન્કોને પધરાવી લાખો-કરોડોનું કૌભાંડ આચરાયા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી જતી હોય છે. ત્યારે હવે ગુજરાતના સુરત શહેરમાં એક ચોંકાવનારા કોંભાડનો કિસ્સો સામે આવ્યો છે. જેમા બેંક સાથે વાહન લોનના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. સુરતમાં યસ બેંક સાથે ૨૦ જેટલા ઠગ લોકોની ટોળકીએ કંપની દ્વારા મેન્યુફેક્ચર જ કરવામાં ન આવેલા વાહનોને હયાત બતાવી તેના બોગસ દસ્તાવેજા અને વીમા પોલિસી બનાવી જુદી જુદી ૫૩ જેટલી લોન મંજુર કરાવી લીધી અને બેંક સાથે લગભગ ૮.૬૪ કરોડ રૂપિયાની લોન લઇ લીધી હતી.

આ ઠગ ટોળકી દ્વારા શરુઆતમાં નિયમિતપણે લોનનાં હપ્તા ભરપાઈ કર્યા હતા. પરંતુ તેઓએ બેંકને ૫.૨૫ કરોડની લોનની ભરપાઇ કરી ન હતી. આ મામલે વાનનો મેનીફેક્ચરિંગ કંપની અનુસાર તેમના દ્વારા માત્ર ૨ ગાડીઓ મેન્યુફેક્ચર થઈ છે અને બાકીની ૫૧ ગાડી મેન્યુફેક્ચર થઈ નથી. આરોપીઓએ જે કંપનીઓમાંથી મેન્યુફેક્ચર જ કરવામાં આવેલ નથી તેવા વાહનોને હયાત બતાવ્યા હતા. અને વાહનોના બોગસ અને બનાવટી દસ્તાવેજા બનાવી ૫૩ જેટલી લોનો લઇ ૮.૬૪ કરોડની લોન મેળવી હતી.

મામલે પહેલા ઠગ ટોળકી દ્વારા લોનના હપ્તા પણ સમયસર ભર્યા હતા અને બાદમાં રૂપિયા ૫.૨૫ કરોડ બેંકમાં ભરપાઈ નહી કરી વિશ્વાસધાત અને છેતરપિંડી કરી હતી. સુમિત ભોસલેની ફરિયાદ લઈ ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે અને ક્રાઈમ બ્રાન્ચે ૨૦ સામે ગુનો નોંધી ૫ને ઝડપી પાડ્યા છે. ૨૨ જાન્યુઆરી સુધી આરોપીઓ પોલીસ રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.