સુરત-

સુરત શહેરના ભટાર વિસ્તારમાં આવેલ સ્વાતિ પાર્ક સોસાયટીમાં રહેતા મૂળ રાજસ્થાનના વતની ઘોડદોડ રોડ ખાતે આવેલા એક જ્વેલરી શોપમાં સેલ્સમેન તરીકે નોકરી કરતો 34 વર્ષીય કપીલ સંતોષ તિવારીએ ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધું હતું. કપીલના પરિવાર એક પુત્રી અને પત્ની છે. ગત રોજ 24 ફેબ્રુઆરીએ પુત્રી ટ્યુશન ક્લાસ એ ગઈ હતી અને પત્ની રેખાને બહેનપણી સાથે બજારમાં મોકલી કપિલે પોતાના ઘરમાં છતના હુક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંં હતું. ખટોદરા પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર, કપિલે પોતાના મોબાઈલ ફોનમાં એક સ્યૂસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેમણે પત્નીને બીજા લગ્ન કરવા વિનંતી કરી હતી. પોલીસને આત્મહત્યાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, હાલ ખટોદરા પોલીસે આત્મહત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. સુરતમાં રહેતાં એક શખ્સે પોતાની પત્નીને બજારમાં મોકલી ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આત્મહત્યાનું કારણ હજૂ પણ અકબંધ છે. જ્યારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી છે.