સુરત, એશિયાના સૌથી વધુ ઝડપથી વિકસતા સુરત શહેરની મહાનગરપાલિકાના કાઉન્સિલર બનાવા માટેની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે. સવારથી જ રાજકીય પાર્ટીઓના આગેવાનોએ મતદાન કરવાની શરૂઆત કરી દીધી છે. છેલ્લા ઘણા દિવસથી પ્રચાર અભિયાન કર્યા બાદ હવે રાજકીય પાર્ટી માટે મતદારોને મતદાન મથક સુધી લઈ જવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન સરથાણા ખાતે મતદાન સેન્ટર પર હેન્ડ ગ્લોવ્ઝ ન આપતા લોકો અકળાયા હતા. જ્યારે અત્યાર સુધીમાં સુરતમાં ૪૨.૭૭ટકા મતદાન થયું છે. જેમાં કતારગામ-વેડ વોર્ડમાં સૌથી વધુ ૫૨.૦૩ ટકા મતદાન નોંધાયું છે. ભાજપના નેતાઓ દ્વારા અને કોંગ્રેસના કેટલાક નેતાઓ સવારથી જ મતદાન કરવાનું શરૂ કરી દીધું હતું. રાજકીય પાર્ટીઓ માટે સૌથી મોટો પડકાર મતદારોને મતદાન મથક સુધી લઈ જવાનો છે. છેલ્લા રાજકીય પાર્ટીઓના તમામ નેતાઓ દ્વારા સતત લોકોને ગઇકાલથી જ અપીલ કરવામાં આવી રહી હતી કે મોટી સંખ્યામાં મતદાન મથકો પર જઈને મતદાન કરે. શહેરના જાણીતા વ્યક્તિઓ દ્વારા પણ આ જ પ્રકારે સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરવામાં આવી હતી. તમામ બુથો ઉપર વહીવટી તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોના ગાઈડલાઈન સાથે મતદાન શરૂ કરવામાં આવ્યું છે. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલીઓના પડે પોલીસ તંત્ર દ્વારા પણ તમામ મતદાન ભૂતની ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. ચૂંટણી જંગમાં કુલ ૪૮૪ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યાં છે. મહાનગર પાલિકાના ૩૦ વોર્ડ માટેની ૧૨૦ બેઠક પર ભાજપના ૧૨૦, કોંગ્રેસના ૧૧૭ અને આમ આદમી પાટીના ૧૧૪ ઉમેદવારે મેદાનમાં ઉતર્યા છે. જેની સામે અપક્ષ ૫૫ અને અન્ય પાર્ટી ૭૮ના ઉમેદવારો પણ નસીબ અજમાવી રહ્યાં છે. અંદાજે ૩૨.૮૮ લાખથી વધુ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરીને કાઉન્સિલર માટે મતદાન કરી રહ્યા છે. પાલિકાની ચૂંટણીમાં ૧૮,૧૭,૨૩૮ પુરૂષ અને ૧૪,૭૦,૯૯૯ સ્ત્રી મતદારો મળી કુલ ૩૨,૮૮,૩૫૨ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ સવારે સાતથી સાંજના ૬ વાગ્યા સુધીમાં કરશે. વોર્ડનં. ૦૨માં કુલ ૧૬૫ મતદાન મથકોમાં સૌથી વધુ ૧,૭૩,૫૧૫ મતદારો નોંધાયા છે, જેમાં મતદાન મથક દીઠ સરેરાશ ૧૦૫૨ મતદારો થાય છે. જ્યારે સૌથી ઓછા મતદારો ધરાવતા વોર્ડ નં.૧૫ માં ૮૪,૬૪૬ મતદારો છે. આ વોર્ડમાં મતદાન મથક દીઠ સરેરાશ ૧૦૦૮ મતદારો થાય છે.