સુરત-

ગુજરાતમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. સુરતની સ્થિતિ ઘણી ખરાબ છે. સુરતમાં દર્દીની સારવાર માટે હોસ્પિટલમાં જગ્યા નથી. તેવામાં સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા માત્ર 48 કલાકમાં જ ફરી 100 બેડની હોસ્પિટલ એટલે કે અટલ સંવેદના કોવિડ કેસ સેન્ટર તાબડતોડ ઉભું કરી આજે દર્દીઓ માટે ખુલ્લી મૂકવાની તૈયારીઓ કરી છે. ધારાસભ્ય હર્ષ સંઘવીના આ ઉમદા કાર્યમાં તેમના મિત્રો અને કાર્યકરોએ ખૂબ જ મહેનત કરી છે અને આગામી 72 કલાકમાં 200 દર્દીને સારવાર મળી રહે તેવી હોસ્પિટલ ઉભી કરી છે.

માત્ર 24 કલાકમાં 100 બેડની ઓક્સિજન હોસ્પિટલ સાથે આવનાર દર્દીને રેમડેસિવર ઇન્જેક્શન એમડી ડોક્ટરની એડવાઇઝથી ફ્રીમાં આપવામાં આવશે. ગત રોજ રાજય સરકર દ્વારા સુરતના મજૂરાગેટ ખાતે આવેલ સિવિલમાં નવ નિર્મિત કિડની હોસ્પિટલમાં 800 બેડની હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મજુરા ગેટના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા દર્દીને પડતી હાલાકી દૂર કરવા માટે પહેલાની જેમ 72 કલાકમાં કોવિડ હોસ્પિટલ શરુ કરવાનો સંકલ્પ કર્યો હતો. પોતાના મિત્રો અને કાર્યકર્તાઓની 72 વ્યક્તિની ટીમ દ્વારા 100 બેડની હોસ્પિટલ તૈયાર કરી નાખવામાં આવી હતી.