સુરત-

સુરતના અઠવા અને રાંદેર વિસ્તારમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. કોરોનાના વઘતા કેસથી ચિંતીત મ્યુ. કમિશનરે વિવિધ સોસાયટીના પ્રમુખો સાથે બેઠક યોજી. અડાજણ સ્થિતઆર્ટ પર્ફોમિંગ સેન્ટર ખાતે 150 સોસાયટીના પ્રમુખ હાજર રહ્યાં હતા. મ્યુ. કમિશનર બંછાનિધિ પાનીએ, તમામને અપીલ કરી હતી કે કોરાનાને રોકવા, આસ્ક ફોર માસ્કનું સૂત્ર સાર્થક કરો. સોસાયટીના રહીશો. સોસયટીમાં આવનારા કે જનારા સૌએ માસ્ક અવશ્ય પહેરવું એવી ઝુંબેશ શકુ કરો. રાંદેર ઝોન વિસ્તારમાં આવેલ 150 જેટલી સોસાયટીઓ પ્રમુખ- સેક્રેટરીઓ સાથે મિટિંગ મળી હતી..રાંદેર ઝોન વિસ્તારમાં વધતા કેસોનું પ્રમાણ ઘટાડવા ખાસ મિટિંગ બોલાવવામાં આવી હતી. પ્રતિ દિવસ રાંદેર અને અઠવા ઝોન વિસ્તારમાંથી 80 જેટલા કોરોના પોઝીટીવ કેસો આવતા બેઠક બોલાવવાની ફરજ પડી હતી.

બેઠકમાં પાલિકા કમિશનર બંછાનિધી પાણી, ડેપ્યુટી મેયર નીરવ સહિત પાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા.પાલિકા કમિશનર બંછાનિધિ પાણીએ આ મામલે સોસાયટી ના પ્રમુખો ને જાતે જવાબદારી સ્વીકારી કોરોના ના કેસોનું પ્રમાણ ઘટાડવામાં તંત્રને સાથ - સહકાર આપવા અપીલ કરી હતી.પાલિકા કમિશનરે લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે દરેક સોસાયટીના પ્રમુખો 'આસ્ક ફોર માસ્ક ' નો સૂત્ર સાર્થક કરી કોરોનાની આ મહામારી માં તંત્રને સહયોગ આપે. સોસાયટીના અને બહારથી આવતા લોકો ફરજીયાત માસ્ક તેમજ હેન્ડ સેનેટાઈઝર નો ઉપયોગ કરે તેવા સૂચનો પણ કર્યા હતા.આ સાથે રાંદેર અને અઠવા ઝોન વિસ્તારમાં આવેલ મોલમાં જ્યાં ભારે ભીડ થતી હોય તેવા મોલ સહિત શોપિંગ કોમ્પ્લેક્ષ ને શનિ-રવીના દિવસે બંધ કરવા જણાવવામાં આવ્યું છે.