સુરત-

સુરતના પુણા વિસ્તારમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. અહીં કારખાનામાં રામ કુમાર નામનો યુવક નોકરી કરતો હતો. જેની રવિવારે સવારે હત્યા કરી દેવામાં આવી છે. ધર્મેન્દ્ર યાદવ નામના આરોપી દ્વારા તેના પર લોખંડના પાઈપ વડે અંદાજે 32 વખત હુમલો કરવામાં આવ્યો છે. જેથી રામ કુમારનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી. જેથી પોલીસે CCTVના આધારે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. પુણા વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઈન્ડસ્ટ્રીઝમાં લુમ્સ અને એમ્બ્રોઈડરીના કારખાના પાછળ એક આરોપીએ યુવક પર હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેથી પોલીસે CCTVના આધારે આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, સુરતમાં 2 દિવસમાં 2 હત્યાની ઘટના સામે આવી છે. જેથી સમગ્ર શહેરમાં ચકચાક મચ્યો છે. આજે રવિવારની ઘટનામાં પોલીસને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી છે, પરંતુ 2 દિવસ અગાઉ અમરોલી વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસ હજુ સુધી નિષ્ફળ રહી છે.