સુરત,

સુરતમાં પોલીસ કોન્સ્ટેબલની બેંકમાં દાદાગીરીના મામલે નાણા મંત્રી નિર્મલા સિતારમણે નોંધ લીધી છે. નિર્મલા સિતારમણે સુરત કલેક્ટર સાથે વાત કરી છે. સુરત કલેક્ટર ધવલ પટેલ સાથે ઘટના મુદ્દે વાત કરી. કલેક્ટરે કાર્યવાહીનું આશ્વાસન આપ્યુ છે. મોડીરાત્રે FIR પણ દાખલ કરવામાં આવી છે. 

સુરતમાં પોલીસ કોન્સ્ટેબલની બેંકમાં દાદાગીરી મામલે નવી વાત સામે આવી છે. પોલીસ કર્મચારીનું આ બેંકમાં એકાઉન્ટ જ નથી. અન્ય મિત્રના એકાઉન્ટ બાબતે બબાલ કરી હતી. પાસબુકની જગ્યાએ સ્ટેટમેન્ટ આપ્યા બાદ પણ દાદાગીરી કરી હતી. અને મહિલા કર્મચારીને ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત મહિલા કર્મચારી રજા ઉપર ઉતર્યા છે. ઘનશ્યામ દુલા નામના કોન્સ્ટેબલે દાદાગીરી કરી હતી. જેને લઇને બેંક મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. બેંક મેનેજરની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરતમાં પોલીસ કર્મચારીની દાદાગીરી મામલે પોલીસે ફરિયાદ લીધી છે. બેંક મેનેજર દ્વારા ફરિયાદ નોંધાવાઇ છે. બેંક મેનેજરની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. બેંકમાં પાસબુકમાં એન્ટ્રી પડાવવા મામલે મહિલા સાથે માથાકૂટ થઇ હતી. અને બેંકમાં મહિલા કર્મચારીને માર માર્યો હતો. મહિલા સાથે હાથાપાઇના CCTV પણ સામે આવ્યા હતા.