સુરત-

મળતી માહિતી મુજબ સુરત શહેરના કતારગામ અશ્વિનીકુમાર નજીક આવેલ કાપડની મિલમાં ભીષણ આગ લાગી છે.ઘટના સ્થળે એકસાથે 9 ફાયરની ગાડીઓ પહોંચી છે. આની સાથે જ આગ પર કાબુ મેળવવાં માટેનાં પ્રયત્નો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. આની સાથે જ કુલ 4 લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કોઈ જાનહાની ન થઈ હોવાને લીધે લોકોમાં રાહત જોવા મળી રહી છે. આગ એટલી ભયંકર લાગી હતી કે, ધુમાડાનાં ગોટેગોટા દુર-દુરનાં વિસ્તાર સુધી જોવા મળ્યા હતાં. આગની આ ઘટના એ.કે.રોડ ભવાની સર્કલ નજીક બની છે. આની સાથે જ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો છે. આગને લઈ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.