અમદાવાદ-

વર્ષ ૨૦૧૨-૧૩માં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મંજુર કરાયેલા ૧૪ ફૂટ ઓવર બ્રિજ પૈકી કૃષિ મંગળ રોડ પર આવેલા ફૂટબ્રિજનું બાંધકામ હજી સુધી પૂરું થયું નથી અને હવે તેને તોડી પાડવાના કોર્પોરેશનના આદેશને રદ કરવાની ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ બ્રિજ તોડવામાં ન આવે અને તેનું બાંધકામ પૂરું કરવામાં આવે તેવી પણ દાદ મંગવામાં આવી છે. અરજદાર સંજીવ ઇઝાવા વતી એડવોકેટ કે.આર. કોષ્ટિ તરફે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે સુરતના કૃષિ મંગલ રોડ પર આઠ વર્ષ પછી પણ ફૂટ ઓવર બ્રિજનું કામકાજ પૂરું થયું નથી અને હવે તેને તોડી પાડવાનો આદેશ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવ્યો છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂટ ઓવર બ્રિજ તોડી પાડવાના આદેશને રદ કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટે આ મુદ્દે રાજ્ય સરકાર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ પાઠવી છે. ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે કૃષિ મંગલ રોડ પરના ફૂટ ઓવર બ્રિજ સહિત અન્ય બે ફૂટ ઓવર બ્રિજ કે જેનું કામકાજ હજી પૂર્ણ થયું નથી. તેને પૂરું કરવામાં આવે. સુરત શહેરમાં ફૂટપાથ, ફૂટ ઓવર બ્રિજ સહિતની જરૂર હોવાથી યોગ્ય સત્તાધીશોને આ મુદ્દે સર્વે કરવા માટે કમિટીનું ગઠન કરવામાં આવે, તેવા નિર્દેશ આપવામાં આવે. આ સમગ્ર કેસની વિગત એવી છે કે,

વર્ષ ૨૦૧૨-૧૩માં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં નાગરિકોની સુવિધા અને રાહદારીઓ માટે ૧૨ ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિણર્ય કર્યો હતો અને જાેકે ૬ વર્ષ વીતી ગયા છતાં કૃષિ મંગલ રોડ પાસે ફૂટ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયું નહિ અને પછી હવે તેને તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેની સામે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરાઈ છે.આ સિવાય અદાજનના એલ.પી. સવાની રોડ અને વરાછામાં આવેલા પોદર આરકેડની સામે ફૂટ ઓવર બ્રિજના બાંધકામ હજી પણ બાકી છે. નોંધનીય છે કે સુરત શહેર ૪૫ લાખથી વધુની વસ્તી ધરાવે છે અને ૨૦૧૩ના અંદાજ પ્રમાણે કુલ ૨૫ લાખ વાહનો છે, જે પૈકી ૧૭ લાખ ટુ વહીલર અને ૫ લાખ કાર છે. રાહદારીઓ સાવચેતી સાથે રોડ ક્રોસ કરી શકે તેના માટે વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવાની દાદ મંગવામાં આવી છે.