સુરત-

સુરત પીસીબી પોલીસે બાતમીના આધારે સરથાણા વિસ્તારમાં આવેલા સહજાનંદ મોટર્સના કમ્પાઉન્ડમાં જુગાર રમી રહેલા 10 વેપારીને ઝડપી પાડ્યા હતા. આ સાથે પોલીસે રૂપિયા 4.61 લાખની રોકડ, 11 મોબાઈલ સહિત રૂપિયા 5.82 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.

ઝડપાયેલા આરોપીઓમાંથી તમામ નાના-મોટા વેપારીઓસરથાણા પુણા સીમાડા કેનાલ રોડ સહજાનંદ મોટર્સના કમ્પાઉન્ડમાં પતરાંના શેડમાં જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમી મળતા પીસીબીને મળી હતી, જેના આધારે પીસીબીએ મંગળવારે બપોરે રેડ પાડી 10 જુગારિયાઓને ઝડપી પાડ્યા હતા. જેમાં શનિ કેશવ પટેલ આ જુગારધામ છેલ્લા બે માસથી ચલાવતો હતો. ઝડપાયેલા જુગારીઓમાંથી બધા નાના-મોટા વેપારીઓ સામેલ હતા. સુરતમાં સરથાણા વિસ્તારમાં આવેલા સહજાનંદ મોટર્સના કમ્પાઉન્ડમાં 10 વેપારીઓ જુગાર રમી રહ્યા હતા. સુરત પીસીબીએ બાતમીના આધારે અહીં રેડ પાડી હતી. પોલીસે 10 વેપારીઓની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી રૂપિયા 5.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.