સુરત-

ગુજરાત ACBએ ફરી એક વખત સપાટો બોલાવી દીધે છે અને ફરી એક વખત ભ્રષ્ટ અઘિકારીને દબોચી લેતા સોંપો પડી ગયો છે. ACB દ્વારા સુરત રેન્જ આઇ.જી.પી કચેરીનો એ.એસ.આઇને રૂપિયા પાંચ લાખની લાંચ લેતાં ઝડપી પાડવામાં આવ્યો છે.

પ્રાથમિક રીતે પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત રેન્જ આઇ.જી.પી કચેરીનાં એ.એસ.આઇનાં રૂપિયા પાંચ લાખના લાંચ કાંડમાં એક વચેટિયો પણ એસીબીના સકંજામાં આવી ગયો છે. જો કે, આ લાંચ કાંડમાં એક પીએસઆઇ ને પણ છાંટા ઉડશે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. અમદાવાદ રેન્જના લાંચ કાંડ બાદ સુરત રેન્જનો પોલીસમેન લાખોની લાંચમાં ઝડપાતા ચકચાર મચી જવા પામ્યો છે અને પોલીસ બેડામાં સન્નાટો છવાઇ ગયો છે.