સુરત-

સુરતમાં રૂપિયા 1 કરોડથી વધુના ઝડપાયેલા ડ્રગ્સનું કનેક્શન શહેરના કડોદરા વિસ્તાર સાથે જોડાયેલું હોવાનું બહાર આવ્યું છે. જેમાં ડ્રગ્સ માફિયાઓ સેનેટાઈઝરની આડમાં ડ્રગ્સ બનાવતા હોવાનું પોલીસ તપાસમાં ચોંકાવનારો ખોલાસો થયો છે. સુરત શહેરના ડુમસ વિસ્તારમાંથી ગતરોજ સુરત સીટી પોલીસે રૂપિયા 1 કરોડથી વધુના ડ્રગ્સ સાથે આરોપીઓને દબોચી લીધા હતા, ત્યારે ઝડપાયેલ આરોપીઓની પોલીસે કડક પૂછપરછ કરતા આરોપીઓએ ડ્રગ્સનું રો-મટિરિયલ કડોદરા વિસ્તારમાં તૈયાર કરાતું હોવાનું જણાવ્યું હતું.