સુરત-

શહેરમાં અઠવાલાઈનસ વિસ્તારમાં આવેલી મેટાસ એડવાન્ટિસ્ટ સ્કૂલ દ્વારા 19 એપ્રિલના રોજથી નવું સત્ર ચાલુ થયું છે. જોકે, વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ ફી ભરવામાં ન આવતા સ્કૂલ દ્વારા 1000થી વધુ વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. આ બાબતે સુરતના ઓલ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ વેલ્ફેર એસોસિયેશન દ્વારા આ બાબતે 22 એપ્રિલના રોજ સુરત જિલ્લા શિક્ષણ અધિકારી અને સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. પરંતુ હજી સુધી આ વિષય ઉપર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કોઈ પણ કાર્યવાહી ન કરતા આજે સોમવારે સુરત ઓલ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ વેલ્ફેર એસોસિએશન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસની બહાર ધરણા કર્યા હતા. જ્યાં સુધી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સુરતની મેટાસ એડવેન્ટિસ્ટ સ્કૂલ ઉપર યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે.

સુરતના ઓલ સ્ટુડન્ટ એન્ડ પેરેન્ટ્સ વેલ્ફેર એસોસિયેશન દ્વારા સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ બહાર ધરણા કરવામાં આવ્યાં છે. સુરતની મેટાસ એડવાન્ટિસ્ટ સ્કૂલ દ્વારા 1000થી વધુ વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે. આ બાબતે 22 એપ્રિલના રોજ જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતા આજે સોમવારે સુરત વાલીમંડળ ધરણા ઉપર બેઠા છે.