સુરત-

કોરોનાના સંક્રમણ વચ્ચે સ્વનિર્ભર શાળાઓ અને વાલીઓ વચ્ચે ફી અંગે ચાલી રહેલો વિવાદ હાઈકોર્ટ  સુધી પહોંચ્યો છે. તો બીજી બાજુ ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સાથે જોડાયેલી સુરતની 16 જેટલી સ્વનિર્ભર શાળાઓએ શિક્ષકો અને કર્મચારીઓના પગારમાં કાપ મૂકીને વાલીઓને 25 ટકા ફી માફીની રાહત આપી છે. જો કે વાલીમંડળના ઘણા સભ્યોએ ફી માફીને લોલીપોપ ગણાવ્યું છે. સરકાર દ્વારા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળને તમામ બાળકોની ફી માં 25 ટકા ફીમાફીની માંગ કરવામાં આવી હતી. પરંતું શાળા સંચાલક મંડળ દ્વારા તેને નકારવામાં આવી છે. જે અંગેનો અંતિમ નિર્ણય હવે હાઈકોર્ટમાં જ લેવાશે

સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા દીપક રાજગુરુએ જણાવ્યું હતું કે સરકારે દરેક બાળકની ફી માં 25 ટકા રાહતની માંગ કરી છે તો શાળા સંચાલકો માચે પણ રાહત પેકેજ જાહેર કરવું તે તેમની જવાબદારી છે. અમે જરૂરીયાતમંદ વાલીઓને 100 ટકા ફી માફી આપવા માટે રાજી છીએ, પણ તમામ બાળકોની ફી માં કાપ મુકવો તે સંચાલકો માટે શક્ય નથી.