સુરત-

સુરત મહાનગરપાલિકા દ્વારા આજથી વિવિધ 80 સેન્ટરો પર વેક્સિનેશન ડૉઝ આપવાની કામગીરી શરૂ કરાશે. શરૂઆતમાં 14 અને 28 સેન્ટરો બાદ આજથી 80 સેન્ટરો ઉપર વેક્સિનેશનની કામગીરી હાથ ધરાશે અને પ્રથમ તબક્કામાં નોંધાયેલા 37 હજારથી વધુ સ્વાસ્થ્ય કર્મીઓના વેક્સિનેશન ની કામગીરી 6 ફેબ્રુઆરી સુધી પૂર્ણ કરવાનું આયોજન છે. આ ઉપરાંત આજે એક સાથે 7 હજાર હેલ્થ વર્કર્સને વેક્સિનેશન કરવામાં આવશે.આરોગ્ય વિભાગે આજે એક સાથે સાત હજાર હેલ્થ વર્કર્સને વેક્સિનેશન આપવાનો નિર્ણય લીધો છે. ગુરુવારે એક સાથે શહેરનાં જુદા જુદા વિસ્તારનાં 80 સ્થળો ઉપર વેક્સિનેશન કરવામાં આવશે. સુરત મ્યુનિસિપલ વિસ્તારમાં હેલ્થ વર્કર્સની માહિતી કોવિડ પોર્ટલમાં અપલોડ કરવામાં આવી છે. તેની ગણતરી મુજબ 14મી ફેબ્રુઆરીના રોજ હેલ્થ વર્કર્સનો વેક્સિનેશન પૂર્ણ થાય તેમ છે. પરંતુ, મ્યુનિસિપલ તંત્રે વેક્સીનેશન સેન્ટર અને હેલ્થ વર્કરની સંખ્યામાં સતત વધારો કરતા 6 ફેબ્રુઆરીના રોજ હેલ્થ વર્કર નો વેક્સિનેશન પૂર્ણ કરવામાં આવશે.કોરોના વેક્સિનેશનનાં મહાઅભિયાન અંતર્ગત આજથી સુરત શહેરમાં વિવિધ 80 સેન્ટરો પર રોજ 7 હજાર જેટલા હેલ્થકેર વર્કર્સને વેક્સિનેશન આપવામાં આવશે. સુરત મ.ન.પા દ્વારા 6 ફેબ્રુઆરી સુધીમાં આરોગ્ય કર્મીઓનાં વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.