સુરત-

સુરત મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માં હંમેશાથી અગ્રેસર રહી છે .હવે પાલિકા તેમાં વધુ એક ડગલું આગળ માંડી રહી છે જેમાં વર્ષ 2035 સુધીમાં સમગ્ર દેશમાં સુરત એક એવું શહેર બનશે જે ડમ્પીંગ સાઈટ ઉપર કચરો ફેકશે નહી અને સુરત ઝીરો ડમપીંગ સાઇટ શહેર બનશે.અને તે માટેનો માસ્ટર પ્લાનના અમલની તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે.

પાલિકાના ઝીરો ડમ્પિંગ વેસ્ટ ના કારણે પાલિકા ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાંથી મુક્તિ મળશે અને આ કચરાને ઉપયોગી પણ બનાવવામાં આવશે .જોકે હાલમાં પાલિકા દ્વારા આ વેસ્ટ માંથી ખાતર બનાવવાનું પણ શરૂ કરી દેવામાં આવ્યું છે .પાલિકાના આ પગલાં થી ઘણા બધા કચરો વેચનાર લોકોને રોજગારી પણ મળી રહેશે .આ માટે પાલિકા ઘણી બધી દેશની અને આંતરરાષ્ટ્રીય કંપનીઓની મદદ પણ લેશે. 

વર્ષ 2035 સુધીમાં સુરત એક એવું શહેર બનશે કે જે કચરો કચરા ની સાઇટ ઉપર ક્યારેય નહીં ફેકે, પરંતુ આજ કચરાનો વધુમાં સારો ઉપયોગ થઈ શકે એવું કાર્ય કરશે .ડ્રેનેજ વિભાગ દ્વારા આ માટે એક પાઇલટ પ્રોજેક્ટ પણ બનાવી દેવામાં આવ્યો છે જેમાં 20 ટકા કચરો ઝીરો ડમ્પિંગ કરવાની યોજના છે.કચરાની ડમ્પિંગ સાઇટ પર ના મોકલીને તેને સ્થળ પર જ અલગ અલગ કરવામાં આવશે.

આ માટે શહેરના આઠ ટ્રાન્સફર સ્ટેશન ની પસંદગી કરવામાં આવી છે. જ્યાં વેસ્ટ મટિરિયલ ની રિકવરી કરીને તેમાંથી ખાતર બનાવવામાં આવશે. પસંદ કરવામાં આવેલા આ 8 ટ્રાન્સફર સ્ટેશનો ખાતર બનાવવા માટેની તમામ સુવિધાઓ અને સાધનો થી સજ્જ છે. આ બધા માટે નો ખર્ચ ટ્રાન્સપોર્ટેશન પાછળ ખર્ચાતા ખર્ચ માંથી કરવામાં આવશે.