સુરત-

વૈશ્વિક મહામારી કોરોનાએ સુરત શહેર-જિલ્લામાં અજગરી ભરડો લીધો છે.ત્યારે આ વાયરસને નાથવા અને વધતા જતા સંક્રમણને અટકાવવા તંત્ર દ્વારા વિવિધ પ્રકારની ગાઈડ લાઇન્સ જારી કરવામાં આવી છે.અને તે સૌના હિતમાં છે.તેમ છતાં નિયમોનો ભંગ કરતા નાગરિકોને આખરે દંડ કરવો પડે છે. સુરત મનપા દ્વારા કોરોનાની વિકટ સ્થિતિને ધ્યાનમાં લઈને વિવિધ ઝોનમાં એસઓપી જાહેર કરવામાં આવી છે છતાં વારંવાર તેનો ભંગ કરવામાં આવતા શહેર મનપા દ્વારા અત્યાર સુધીમાં કુલ 1, 61,39,220 રૂપિયા દંડાત્મક કાર્યવાહી સ્વરૂપે વસુલ કરવામાં આવ્યા છે.

સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં સામાજિક અંતર ન જાળવવા બદલ 113 વ્યક્તિઓ પાસેથી રૂ.74,800 , માસ્ક ન પહેરવા બદલ 99 વ્યક્તિઓ પાસેથી રૂ.39,700 , સેનિટાઇઝરનો ઉપયોગ ન કરવા બદલ 11 વ્યક્તિઓ પાસેથી રૂ.4400 , જાહેરમાં થૂંકવા બદલ 6 વ્યક્તિઓ પાસેથી રૂ.1200 મળી કુલ 229 વ્યક્તિઓ પાસેથી રૂ.1,20,100 નો દંડ કરવામાં આવેલ છે.જયારે અત્યાર સુધીમાં કુલ 36,888 વ્યક્તિ પાસેથી કુલ રૂ.1,61,39,200 વસુલ કરવામાં આવ્યો છે.