સુરત-

કોરોનાની મહામારીમાં દેશભરમાં વેપાર ધંધા ઠંડા પડી ગયા છે, ક્્યાંક આર્થિક સ્થિતિ નબળી તો કયાંક વેપાર સાવ બંધ થઈ જવાની નોબત આવી છે. હીરા ઉદ્યોગ માત્ર સુરત નહિ પણ મુંબઈમાં પણ છે. કોરોનાને પગલે મુંબઈથી કેટલાક હીરા કંપનીઓ સુરત તરફ વળી રહ્યા છે, જ્યાં હવે દિવાળી સુધીમાં સુરતના હીરા ઉદ્યોગની ચમકમાં વધારો થવાની શક્્યતા છે. એક અંદાજ મુજબ હમણાં સુધી મુંબઈ હીરા બુર્સની ૨૫૦થી વધુ કંપનીઓ સુરતમાં સ્થાયી થઈ ચૂકી છે. જેના કારણે હવે સુરતના હીરા ઉદ્યોગની સાથે સાથે રિયલ એસ્ટેટના વેપારને પણ વધુ વેગ મળે તેવી શક્્યતાઓ સેવાઇ રહી છે. 

મુંબઈમાં કોરોનાની મહામારીના કારણે વેપાર ઉદ્યોગ હજી પૂર્ણવત થઈ શક્્યો નથી, જેના કારણે ચિંતામાં મુકાયેલા હીરા વેપારીઓ સુરતના હીરા ઉદ્યોગ તરફ વળી રહ્યા છે. સુરત શહેર આપદાને અવસરમાં બદલવા માટે હંમેશા અગ્રેસર રહ્યું છે. કોરોનાના કારણે સમગ્ર દેશમાં ધંધા-વેપારને મોટી અસર પહોંચી છે. જાેકે આ વચ્ચે સુરતનો હીરા ઉદ્યોગ ધીરે ધીરે ફરી પાટા પર આવી રહ્ય્šં છે. સુરતમાં બની રહેલા ડાયમંડ બુર્સના કારણે મુંબઈથી ધીરે ધીરે હીરા ઉદ્યોગની કેટલીક કંપનીઓ સુરત તરફ વળી રહી છે. છેલ્લા સાત મહિના જેટલો સમય થઇ ગયા હોવા છતાં ધંધા-વેપાર મુંબઈમાં સંપૂર્ણ રીતે પૂર્વવત ન થતાં ત્યાંના ડાયમંડ વેપારીઓએ સુરતમાં શિફ્ટિંગ કરવાનું શરૂ કર્યું છે.

૧૦ પૈકી ૮ અલગ-અલગ પ્રકારના હીરા સુરતમાં તૈયાર થાય છે. જાેકે હીરાનું સૌથી મોટું એકસપોર્ટથી માંડી તમામ કારોબાર અત્યાર સુધી મુંબઈથી જ થતો આવ્યો હતો. સુરતમાં આવેલી ડાયમંડ કંપનીઓની કેટલીક કોર્પોરેટ ઓફિસો મુંબઈ હીરા બુર્સમાં આવેલી છે. જાેકે કોરોનાના કારણે હવે સમય બદલાયો છે. જેથી મુંબઈના હીરા વેપારીઓ તમામ વેપાર સંકેલી સુરત સ્થાયી થઈ રહ્યા છે. હવે બાદ સુરતના હીરા ઉદ્યોગમાં ચોક્કસથી વેપારને વેગ મળે તેવી આશા હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ કરી રહ્યા છે.