સુરત, તા.૬ 

કોરોનાવાયરસ સુરતના વધતું જતું સંક્રમણને લઈને શહેરીજનો રીતસરના ભયના ઓથાર હેઠળ છે ત્યારે કાપડ બજારને આજે સોમવારે ઉઘડતા દિવસે સૌથી મોટો ઝટકો લાગ્યો હતો સુરતની શાન સમાન. કાપડ બજાર વિસ્તારની સૌથી મોટી ચાર માર્કેટોને આજે પ્રશાસન દ્વારા એક અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવી છે. આ માર્કેટમાંથી કોરોના સંક્રમણના ત્રણથી વધુ કેસો મળ્યા હોવાની ચર્ચા છે. અત્યારે માર્કેટમાં કોઈને પ્રવેશવા દેવામાં આવતા નથી. અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો છે

સોમવારે સવારે માર્કેટ આવેલી એસએમસીની ટીમે બંધ કરવાની સૂચના માર્કેટ એસોસિએશનને આપી છે. એસએમસીની ટીમે જેજે માર્કેટ , મિલેનિયમ માર્કેટ , સુરત ટેક્સટાઇલ માર્કેટ અને રઘુવીર ટેક્સટાઇલ માર્કેટને અઠવાડિયાની નોટિસ બંધ કરવા સંબંધેની આપી છે. એસએમસી દ્વારા ચાર માર્કેટોને નોટિસ આપવામાં આવી હોવાની ખબર વાયુવેગે કાપડ બજારમાં ફરી વળી હતી. ઉકત માર્કેટોમાં વેપારીઓ સવારે કામકાજ શરૂ કરે તે પહેલા એસઓજીની ટીમ આવી પહોંચી હતી અને માર્કેટના મુખ્ય દરવાજે પોલીસ ઊભી થઇ ગઇ હતી. કોઈને અંદર પ્રવેશવા દેવામાં આવતાં નહીં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. નોંધનીય છે કે શનિવારે સુરત આવેલા મુખ્યમંત્રીએ કોરોનાવાયરસ નો હીરા ઉદ્યોગમાં વધતા જતા સંક્રમણ ને લઈને સુરત ટેક્સટાઇલ માર્કેટોમાં પણ એક કરતાં વધુ કેસો આવશે તો માર્કેટ એક સપ્તાહ માટે બંધ કરાવી દેવામાં આવશે એવું જાહેર કર્યું હતું જેને લઈને આજે સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ નિર્ણય લઈને માર્કેટ બંધ કરાવી દીધી હતી જેથી અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.

સુરત શહેરમાં કોરોનાથી વધુ આઠના મોત : વધુ ૨૦૧ પોઝિટિવ કેસ નોંધાયા

સુરતમાં કોરોનાનો વિસ્ફોટ ફાડ્યો છે. રોજબરોજ તીવ્રગતિએ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્‌ના છે. મરણાંક પણ સતત વધતા જતા તંત્રમાં ભારે ચિંતાની લકીર જાવા મળી રહી છે. સુરત શહેરમાં સોમવારે કોરોનાથી વધુ આઠના મોત થયા હતા અને વધુ ૨૦૧ પોઝિટિવ કેસ નોંધાયા હતા. કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૫૮૯૩ ઉપર પહોંચી હતી અને ૨૪૦ ના મોત થયા હતા. ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસોથી કતારગામ અને વરાછા વિસ્તારમાં કોરોનાને જાણે માઝા મુકી હોય તેમ થોકબંધ કેસો સપાટી પર આવી રહ્યા છે. શહેરમાં સતત વધતા જતા કેસોને પગલે રાજયના મુખ્યમંત્રી પણ સુરતની મુલાકાતે આવી ચુક્યા છેરેકોટની ગતિએ સતત વધતા જતા કેસોને લઈને મનપા કમિશનર દ્વારા આજે લોકોને વધુ કાળજી લેવાની સાથે ઘરમાં પણ જન્મ દિવસની સામુહિક ઉજવણી નહી કરવા માટે અપીલ કરવામાં આવી છે.છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાએ ભારે હાહાકાર મચાવ્યો છે.તંત્રના પ્રયાસો વચ્ચે પણ કોરોના કાબુમાં આવતો નથી. અને દિનપ્રતિદિન તીવ્રગતિએ કેસો બહાર આવી રહ્‌ના છે. સુરત શહેરમાં ૫૮૯૩ પોઝિટિવ કેસ નોધાઈ ચુક્યા છે અને મરણાંક ૨૩૬ થયો છે. હજુ પણ કોરોનાનો કહેર યથાવત રહ્‌ના છે. સોમવારે વધુ ૨૦૧ જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે આ સાથે કુલ પોઝિટિવ કેસનો આંકડો ૫૮૯૩ ઉપર પહોચી ગયો છે. અને સાંજ સુધીમાં આંકડો વધે તેની કોઈ બે મત નથી. સુરત જિલ્લામાં પણ કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને તંત્ર ચિંતામાં છે. 

સુરત ગ્રામ્યમાં કોરોનાથી વધુ બેનાં મોત : વધુ ૫૯ પોઝિટિવ કેસ નોંધાયા

સોમવારે ગ્રામ્ય વિસ્તારમાં વધુ બેનાં મોત થયા હતા અને નવા ૫૯ કેસ સામે આવ્યા છે. ગ્રામ્યમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસનો આંકડો ૮૪૫ ઉપર પહોચી ગયો છે. જયારે ૨૭ જેટલા દર્દીઓનો મોત થયા છે. સુરત ગ્રામ્યમાં કોરોના પોતાની રફતારને ધીરેધીરે તેજ કરી રહ્યો છે અત્યાર સુધી નોંધાયેલા ૮૦૩ પોઝિટિવ કેસમાં સોથી વધુ કેસો કામરેજમાં ૨૬૫, ચોર્યાસીમાં ૧૩૪, ઓલપાડમાં ૧૪૧, પલસાણામાં ૧૦૬, બારડોલીમાં ૪૪, મહુવામાં ૨૧, માંડવીમાં ૨૮, માંગરોળમાં ૪૪ અને ઉમરપાડામાં ૨૦ કેસ નોંધાયા છે.