સુરતનો તક્ષશિલા કાંડ 22 બાળકોના મોત બાદ પણ આરોપીઓ જામીન પર બહાર?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
24, મે 2026 | 2376
સુરતના તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ થયા છતાં પીડિત પરિવારો આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. 22 બાળકોના મોત બાદ કેસના તમામ 14 આરોપીઓને જામીન મળી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે. પરિવારોનો આક્ષેપ છે કે લાંબી કાયદાકીય લડતના કારણે તેઓ આર્થિક રીતે તૂટી ગયા છે, જ્યારે કેસ હજુ નીચલી કોર્ટમાં જ અટવાયેલો છે.