સુરેન્દ્રનગર-

સુરેન્દ્રનગરના ખેરવા ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં અંદાજે ૫થી વધુ લોકો બળીને ખાખ થયાના અહેવાલ મળ્યા હતા. સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના ખેરવા ગામ પાસે ડમ્પર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયોઅકસ્માત બાદ કાર સળગી ઉઠતાં કારમાં સવાર અંદાજે ૫ થી ૬ વ્યક્તિઓ બળીને ખાખ થયા છે.ડમ્પર ચાલક અકસ્માત બાદ ડમ્પર મુકી નાસી છુટયો હતો.