સુરેન્દ્રનગર-

રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા તરફથી ગેરકાયદેસર હથિયારોની લેવડ દેવડની અસામાજીક પ્રવુતિ અટકાવવા તથા ગેરકાયદેસર હથિયારો શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા મળેલ સુચના અન્વયે ના.પોલીસ અધિક્ષક સી.પી.મુંધવાના માર્ગદર્શન મુજબ નાની મોલડી પોલીસ મથકે આરોપી અમરશી કમાભાઇ જાદવને ઢોકળવા ગામની સીમમાંથી દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો.

અમરશી જાદવને પુછપરછમાં હથિયાર કયાંથી લાવેલ?કોની પાસે હથિયાર બનાવેલ? કોને કોને ગેરકાયદેસર હથિયારો વેચેલ છે? તે બાબતે આગવી ઢબે યુકિતપ્રયુકિતથી પુછપરછ કરતા, તારાસિંગ હાકમસિંગ ચૌહાણ (સરદારજી) હાલ રહે.જસદણવાળો તાળા ચાવી બનાવી વેચવાનો ધંધો કરતો હોય અને ગામે ફેરી કરતો હોય જે દરમ્યાન કોઇ ઇસમને ગેરકાયદેસર હથિયાર લેવા હોય તેઓને નજીવી કિંમતમાં હથિયાર બનાવી આપવાની લાલચ આપી,

તે ઇસમની વાડીએ રોકાઇને જાતેથી હથિયાર બનાવી આપતો હોવાનું તેમજ લીંબડી ડીવીઝન વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો વેચેલ હોવાનું કબુલેલ. મજકુર આરોપીએ જણાવેલ હકીકત આધારે જાણવા મળેલ નામવાળા ઇસમો બાબતે ખરાઇ કરી, તે તમામ ઇસમોની તપાસ કરાવી લીંબડી ડીવીઝનનાં પોલીસ સ્ટેશનનોની અલગ અલગ ટીમો બનાવી, એકબીજાનાં સંકલનમાં રહી તેઓની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.