સુરેન્દ્રનગર-

રાજ્યમાં કોરોના વાયરસના કેસ દિનપ્રતિદિન વધતા જઈ રહ્યા છે. એક સમયે કોરોના મુક્ત એવા સુરેન્દ્રનગર જિલ્લામાં જાેત જાેતામાં ૪૨૮ કેસ ૧૮ જુલાઈના આંકડા મુજબ પોઝિટિવ નોંધાઈ ચુકયા છે. દરમિયાન સરકાર દ્વારા ટેસ્ટીંગ પણ વધારવામાં આવ્યું છે. તેવામાં જિલ્લામાં એક જ દિવસમાં એક સાથે ૧૮ સગર્ભા મહિલાઓને કોરોના થતા ખળભળાટ મચી ગયો છે. આ સમાચારના કારણે સમગ્ર પંથકમાં ડરનો માહોલ છે. દરમિયાન સુરેન્દ્રનગરમાં અત્યારસુધીમાં ૮ દર્દીના દુખદ નિધન થઈ ચુકયા છે જેમાં એક નિષ્ણાત તબીબનો પણ સમાવેશ થાય છે. કોરોના પોઝિટિવ નોંધાયેલી તમામ મહિલાઓ ગ્રામીણ વિસ્તારની હોવાથી વધુ ડરનો માહોલ ન ફેલાય તે માટે માર્ગદર્શનની જરૂર છે. તેવામાં જિલ્લાના નામાંકિત તબીબે આ અંગે માર્ગદર્શન આપ્યું છે.  

આ સ્થિતિ અંગે ડાૅ. સરજુ સંઘવીએ જણાવ્યું કે 'ગામડાની મહિલાઓએ સૌથી પહેલાં રેગ્યુલર ચેકઅપ કરાવવું જાેઈએ. વધુ ગ્રામીણ વિસ્તારમાં કે શહેરમાં કોઈને શરીદ, ખાસી કે તાવ આવે તાત્કાલિક સલાહ લેવી. દવાખાને જતા પણ તકેદારી રાખવી. ઇમ્યુનિટિ જાળવી રાખવા માટે વીટામીન -સીની ટેબ્લેટ લેવી. સવારે અને સાંજે ગરમ પાણીના કોગળા કરવા. શકય હોય તેટલું પાણી પીવું. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક દિનપ્રતિદિન વધી રહ્યો છે. જિલ્લાની સમીક્ષા કરવા માટે આરોગ્ય સચિવ પણ આવી ચુકયા છે.

તેવામાં સગર્ભા મહિલામાં સંક્રમણ પ્રસરાતા આગામી પેઢી સામે જાેખમ સર્જાયું છે. જિલ્લામાં કોવિડની ગાઇડલાઇન્સ મુજબ અત્યારસુધીમાં ૧૭૦ દર્દીઓ સાજા થઈ ગયા છે. ૧૮મી જુલાઇએ સાંજે જિલ્લાના નવા પોઝિટિવ દર્દીની સંખ્યા ૧૫ હતી જાેકે, તે ઉપરાંત સગર્ભા મહિલાઓના કેસ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આગામી દિવસોમાં વધુ તકેદારી રાખવામાં નહીં આવે તો હજુ વરવા પરિણામો આવવાની જાણકારો ભીતિ સેવી રહ્યા છે.