IPL ફ્રેન્ચાઈઝી ચેન્નઈ સુપરકિંગ્સના બેટ્સમેન રૈનાએ નેટ પ્રેક્ટિસ કર્યા બાદ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, વીકેન્ડમાં બહાર ફરવું, જ્યારે અમે ફરીથી મેદાન પર રમી શકશું. ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી ખેલાડી સુરેશ રૈનાએ IPL ટુર્નામેન્ટને લઈને વાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની તારીખ જાહેર થયા બાદ ફરી તે ફરી મેદાનમાં ઊતરવા માટે ઉત્સુક છે. ફરી મેચ રમવા માટે રાહ જોઈ રહ્યો છે. ટુર્નામેન્ટ IPLની 13મી સીઝનનું આયોજન તા. 19 સપ્ટેમ્બરથી 8 નવેમ્બર સુધી UAEમાં થશે. 

રૈના અને વિકેટકિપર ઋષભ પંત છેલ્લા કેટલાક સમયથી સાથે નેટ પ્રેક્ટિસ કરી રહ્યા છે. રૈના લેગ સ્પિનર પીયૂષ ચાવલા અને ફાસ્ટ બોલર શમી સાથે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. તાજેતરમાં જ રૈનાએ ચાવલા અને શમી સાથેનો એક ફોટો પણ પોસ્ટ કર્યો હતો. જેમાં તે શમી અને પીયૂષ ચાવલા સાથે મેચ પ્રેક્ટિસ કરી રહ્યો છે.

IPLના ચેરમેન બ્રિજેશ પટેલે એ વાતની ખાતરી કરી છે કે, આ વખતે ટુર્નામેન્ટ IPL તા.19 સપ્ટેમ્બરથી શરૂ થશે. જ્યારે આ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ તા. 8 નવેમ્બરના રોજ રમાશે. સતત 51 દિવસ સુધી IPLની તેરમી સીઝન ચાલશે. જેમાં 60 જેટલા મેચ રમાશે. અગાઉ આ ટુર્નામેન્ટ તા.29 માર્ચથી શરૂ થવાની હતી.