આણંદ, તા.૧૯ 

આણંદ શહેરની બોરસદ ચોકડી પાસે આવેલ ક્રિશ્ના કોમ્પ્લેક્સના રહીશો અને દુકાનદારો છેલ્લાં ઘણાં વર્ષોથી મળવા પાત્ર પ્રાથમિક સુવિધાના લાભથી વંચિત રહેવા પામ્યાં છે. નગરપાલિકા દ્વારા સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો પાસેથી લાખ્ખો રૂપિયાની રકમ વેરા પેટે વસૂલ કરવામાં આવે છે, પરંતુ વરસાદી પાણીના નિકાલ, ભૂગર્ભ ગટર, સાફસફાઈ અને દબાણ સહિતની સુવિધા આપવામાં પાલિકાનુ નઘરોળ તંત્ર સાવ વામણું પુરવાર થયું છે. સ્થાનિક લોકો દ્વારા આ અંગે પાલિકાના પ્રમુખ સહિત ચીફ ઓફિસરને અનેક વખત લેખિતમાં રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું છે. જાેકે સ્થાનિક લોકોએ આ અંગે જિલ્લા કલેક્ટર સહિત રાજ્યકક્ષાએ રજુઆત કરીને સ્થાનિક લોકોની સમસ્યાનો ઉકેલ લાવવાની માગણી કરી છે.

શહેરની બોરસદ ચોકડી સ્થિત રહીશો તથા દુકાનદારોએ આણંદ નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર સહિત ઉચ્ચ કક્ષાએ કરેલ ર જૂઆતમાં જણાવ્યું છે કે, ક્રિશ્ના કોમ્પ્લેક્સમાં આશરે ૯૬ રહેણાંકના મકાનો તથા ૧૫૦ જેટલી દુકાનો આવેલી છે જે નિયમિત રીતે નગરપાલિકાને ટેક્ષ રાકવે છે. છતાં વર્ષો બાદ પણ નગરપાલિકા તરફથી ચોમાસાના પાણીનો નિકાલ કરવામાં આવતો નથી જેથી કોમ્પલેક્ષમાં ગંદકી ફેલાય છે તેમજ ગટર વ્યવસ્થા પણ કરવામાં આવેલ નથી જેથી સ્થાનિકોના ખારાકુવા અને કુંડીઓ વારંવાર ઉભરાયા છે . અને કોમ્પલેક્ષમાં ગંદકી થાય છે જેને લઈ સ્થાનિક રહીશોના આરોગ્ય પણ જોખમાય છે. જાહેર આરોગ્ય અને સુખાકારીની જવાબદારી જે તંત્રના શીરે છે તે તંત્ર પણ અત્રે વસવાટ કરતા નાગરીકોની સમસ્યાનો ઉકેલ લાવવાની પણ જરાય ફુરસદ મળતી નથી. વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય રહેવા પામ્યંુ છે. બોરસદ ચોકડીની નજીક મેઇન ગટરની લાઈન જતી હોવા છતાં અહિના લોકોને જાેડાણ આપવામાં આવતું નથી. અત્રેના નાગરિકે તંત્રના ખાડે ગયેલાં વહિવટ પ્રત્યે રોષ વ્યક્ત કરતા કહ્યંુ હતું કે, વર્ષોથી અમે નિયમિત ટેક્સ ભરવા છતાં અમારાં કોમ્પ્લેક્સમાં ક્યારેય સફાઈકામ કરવામાં આવતી નથી. સરકારના સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરાવવાની જાેેગવાઈ હોવા છતાં, સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોવા છતાં ક્યારેય સફાઈ કરવામાં આવતી નથી. અમે રજૂઆત કરીએ છીએ ત્યારે કહેવામાં આવે છે કે એ તમારી જવાબદારી છે અને તમે પ્રાઈવેટ માણસો રાખી સફાઈ કરાવી લેવી. તેમ કરવામાં નહીં આવે તો તમારી સામે આરોગ્ય અંતર્ગત પગલાં લેવામાં આવશે તેવું મૌખિક જણાવવામાં આવે છે.

આ બાબતે કોઈ દુકાનદાર કે કોઈ અન્ય વ્યક્તિ નગરપાલિકાને એક સામાન્ય અરજી કરે તો પણ નગરપાલિકાના માણસો કોમ્પ્લેક્સના વહીવટકર્તાઓને નોટિસો આપવામાં આવે છે. આ બાબતે કાયદાકીય પગલાં લેવાની મૌખિક ધમકીઓ આપે છે. વર્ષોથી ક્રિશ્ના કોમ્પ્લેક્સના રહીશો અને દુકાનદારો આ સમસ્યાથી ઘેરાયેલાં છે. છતાં તંત્ર દ્વારા તેનો ઉકેલ લાવવામાં ન આવતા સ્થાનિકોમાં તંત્રના ખાડે ગયેલાં વહિવટ પ્રત્યે જબરદસ્ત રોષ ભભૂકી ઉઠ્‌યો છે.