અમદાવાદ

અમદાવાદમાં દિનપ્રતિ દિન હત્યાની ઘટનાઓ સતત વધી રહી છે. સામાન્ય બોલાચાલીમાં લોકો હત્યા કરતા પર ઉતરી આવે છે. ત્યારે આવું જ કંઇક શહેરના ગોમતીપુર વિસ્તારમાં થયું છે. જ્યાં સામાન્ય કચરો નાખવા જેવી બાબતે પાડોશીએ આડેધની હત્યા કરી નાખતા ચરચાર મચી જવા પામી છે. આ મામલે પોલીસે ત્રણ લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતા ઈર્શાદ શેખે પોલીસ ફરિયાદ આપી છે કે ૧૬મી જાન્યુઆરીએ સવારે સાડા નવ વાગ્યાની આસપાસ તેમની ભાભીને તેની પાડોશમાં રહેતી પરવીના બાનુ સાથે કચરો નાખવા જેવી બાબતને લઈને સામાન્ય ઝઘડો થયો હતો.

આ ઝગડામાં પરવીના બાનુનું ઉપરાણું લઇને તેનો દીકરો આદિલ પણ ઝઘડામાં વચ્ચે પડ્યો હતો અને ગંદી ગાળો બોલવા લાગ્યો હતો. જેથી ફરિયાદીના મોટાભાઈ મોહમ્મદ હુસેન શેખએ આદિલને કહ્યું હતું કે ‘તું ઔરતો કે ઝઘડો મેં ક્યુ ગંદી ગાલી બોલતા હૈ, એમ કહેતા આદિલ તેનો ભાઈ ફેસલ, પિતા રઇશ ખાન અને અન્ય બે લોકો એમ તમામ લોકો એક સંપ થઈને મોહમ્મદ હુસૈન શેખને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. એટલું જ નહીં આદિલ ત્યાંથી લોખંડનો સળિયો લઈ આવ્યો હતો અને ફરિયાદીના ભાઈને માથાનાં ભાગે બે ત્રણ ફટકા મારી દીધા હતા.

બાદમાં ફરિયાદી અને તેનો ભાઈ વચ્ચે પડતા તેઓને પણ આરોપીઓએ માર માર્યો હતો. જાે કે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ જતાં આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જાે કે આરોપીઓ જતા જતા પણ મોહમ્મદ અને તેના પરિવારને ધમકી આપતા ગયા હતા. આ સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતા ગોમતીપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. જાે કે દરમિયાન જ સારવાર દરમિયાન મોહમ્મદ હુસૈનનું મોત થતા પોલીસે છ આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. ત્રણ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.