મુંબઈ-

મુંબઈ કોરોના રસીના બન્ને ડોઝ લીધા પછી પણ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કારણે મહિલાનુ મૃત્યું થયું છે. મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરીઅન્ટમાં દર્દીના મૃત્યુંથી ભયનુ વાતાવરણ ફેલાયું છે. મુંબઈમાં ડેલ્ટા વેરિઅન્ટના કારણે આ પહેલુ મૃત્યુ છે. મૃતક મહિલા 63 વર્ષની હતી. કેહવામાં આવી રહ્યું છે કે આ મહિલાને અન્ય બિમારીઓ પણ હતી. આશ્ચર્યની વાત એ છે આ મહિલાએ કોરોના રસીના બંન્ને ડોઝ લઈ લીધા હતા છતા કોરોનાના ડેલ્ટા પ્લસ વેરીઅન્ટના કારણે તેનુ મૃત્યું થયું હતું. મુંબઈમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના કુલ 10 વધુ દર્દીઓ સામે આવ્યા છે. મૃતક મહિલાને 21 જૂલાઈએ કોરોના થયો હતો અને મૃતક મહિલાએ કોવિશિલ્ડના બંન્ને ડોઝ લઈ લીધા હતા. 24 જુલાઈએ મહિલાને ICUમાં દાખલ કરવામાં આવી હતી અને 27 જૂલાઈએ તેમનુ મૃત્યું થઈ ગયું. મહિલા પહેલેથી જ લંગ્સ બિમારીઓનો સામનો કરી રહી હતી. મૃતક મહિલાનું સેમ્પલ જીનોમ સિક્વસિંગ માટે મોકલી દેવામાં આવ્યું છે. કાલે મોડી રાતે તેનો રીપોર્ટ આવ્યો હતો અને તેમાં ડેલ્ટા વેરિઅન્ટની પુષ્ટી થઈ હતી. મહિલાએ કોઈ પ્રવાસ નહોતો કર્યો. આ મહિલાના 6 ક્લોઝ કોન્ટેક્ટ પણ કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. તેમના સેમ્પલ પણ જીનોમ સિક્વસિંગ માટે મોકલવામાં આવ્યા હતા જેમાંથી 2 સેમ્પલમાં ડેલ્ટા પ્લસ વેરીઅન્ટ જોવા મળ્યો હતો અને અન્યના રીપોર્ટ આવવાના બાકી છે. મુંબઈમાં કોરોનાના ડેલ્ટા પ્લસ વેરીઅન્ટને કારણે 63 વર્ષીય મહિલાનું મૃત્યુ થયુ હતુ. આ મહિલાએ કોરોના રસીના બંન્ને ડોઝ લઈ લીધા હતા.