વડોદરા 

થાઇલેન્ડની ચૂલાલોંગકોર્ન યુનિવર્સિટીના સહયોગથી વાસદની એસવીઆઇટીના ઇન્સ્ટ્રૂમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા ‘સર્વેલન્સ આઈ.ઓ.ટી. એપ્લીકેશન્સ માટે ડીપ લર્નિંગ-બેઝડ વિડિઓ એનાલિટિક્સ’ પર આંતરરાષ્ટ્રીય વેબિનરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંતરરાષ્ટ્રીય વક્તા અને સ્ટેચ્યુ સરકારી યુનિવર્સિટીની વિવિધ સમિતિઓમાં વિવિધ પોર્ટફોલિયોના સંભાળનારા ડૉ..સુપાવડી અરમવિથે વાત કરી હતી. વિડીયો એનાલિટિક્સ અને તેની સુવિધાઓ, સર્વેલન્સ વિડિઓ એનાલિટિક્સમાં સંશોધન, મશીન લર્નિંગ વિવિધ પદ્ધતિઓ, લક્ષણ નિષ્કર્ષણ, સર્વેલન્સ વિડિઓઝમાં અસંગતતા તપાસ - તેના માળખા વગેરે જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી) ના આવનાર દિવસોમાં લોકોની જરૂરિયાત તકનીકી સહાયના ક્ષેત્રમાં એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ની ભૂમિકા વિશેની વિગતે ચર્ચા કરી, જે ઓટોમેશન, આઇટી, કમ્પ્યુટરના લોકો માટે ઉપયોગીતા ની જાણકારી આપી હતી. જેનો લાભ ઉદ્યોગપતિઓ, કર્મચારીઓ, અધ્યાપકો સંશોધનકારો, પોસ્ટ ડોકટરેટ, ડોકટરેટ અને માસ્ટર ઉમેદવારો અને વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો