મોરબી, તા.૪ 

જિલ્લાની અંદર ચાલુ વર્ષે ખરીફ પાક લેવા માટે થઈને કુલ મળીને ૩.૨૩ લાખ હેકટર જમીનમાં ખેડૂતો દ્વારા જુદા-જુદા પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ચોમાસામાં છેલ્લા એક પખવાડીયા દરમ્યાન મોરબી જિલ્લાની અંદર પડેલા ભારે વરસાદના કારણે ખેતીના મોટાભાગના પાકોને નુકસાન થયેલ છે. અંદાજે ૬૬.૫૦૦ હેકટર કરતાં વધુ જમીનની અંદર અત્યારે તલ, કપાસ, મગફળી, અડદ, બાજરી, એરંડા સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું જાેવા મળી રહ્ય્šં છે. જેથી કરીને ખેડૂતોને થયેલા નુકસાનની સાચી માહિતી એકત્રિત કરવા માટે મોરબી જિલ્લામાં અત્યારે કુલ મળીને ૫૧ જેટલી ટીમો બનાવીને તેના આધારે સર્વે કરવામાં આવી રહ્યો છે. પરંતુ છેલ્લા લગભગ ત્રણ-ચાર દિવસથી વરસાદનો એક છાંટો પણ મોરબી જિલ્લામાં નથી પડ્યો તેમ છતાં પણ આજની તારીખે ઘણા વિસ્તારોની અંદર ખેતર સુધી ન પહોંચી શકાય તેટલા વરસાદી પાણી ભરેલા છે. તો વરસાદી પાણીના કારણે રસ્તાઓ તૂટી ગયા છે. જેથી કરીને સર્વેની ટીમો ખેતર સુધી પહોંચી શકતી ન હોય તેવા ક્ષેત્રોમાં અંદાજે જે કંઈ નુકસાન છે તેના આંકડા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. જે ખેતર સુધી પહોંચી શકાય છે, ત્યાંના સંપૂર્ણ સો ટકા સચોટ આંકડા હાલમાં જીલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ખેડૂતોના ખેતરમાં ૩૩ ટકા કરતા વધુ નુકસાન હશે તેને બિન પિયત જમીન માટે પ્રતિ હેક્ટરના ૬૫૦૦ અને પિયત વાળી જમીન હોય તો પ્રતિ હેક્ટરના ૧૩,૫૦૦ લેખે સરકાર દ્વારા વધુમાં વધુ ૨ હેકટર સુધીની સહાય ચૂકવવામાં આવશે. મોટાભાગના ખેડૂતોના ખેતરની અંદર જે તે સમયે વરસાદી પાણી ભારે વરસાદ હતો, ત્યારે ભરાયા હતા અને ત્યારબાદ તૂરત જ વરસાદી પાણી નીકળી ગયા હતા.