રવિવારે ૩૪ વર્ષની વયે સુશાંત સિંહ રાજપૂતે તેના મુંબઈ Âસ્થત ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. ફાંસી ખાઈને તેણે દુનિયાને અલવિદા કÌšં હતું. એક્ટરના આમ અચાનક જવાથી તેના ફેન્સ આઘાતમાં છે. ઇન્ડોનેશિયાના સ્ટારના ફેન્સે તેને અલગ રીતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ત્યાંના એક પાર્કમાં સુશાંત સિંહના સોન્ગ પ્લે કરવામાં આવ્યા હતા જેનો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે.વીડિયોમાં પાર્કના બિલબોર્ડ પર સુશાંતની ફિલ્મ એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીના સોન્ગ પ્લે કરવામાં આવ્યા હતા. ફિલ્મનું તેનું સોન્ગ કૌન તુજે યું પ્યાર કરેગા વાગી રÌšં હતું જેમાં દિશા પટની પણ કાસ્ટ થયેલ છે. આ ફિલ્મ ૨૦૧૬માં રિલીઝ થઇ હતી જેમાં કિઆરા અડવાણી પણ સામેલ હતી. આ ફિલ્મ ઇÂન્ડયન ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક હતી. 

કો-સ્ટાર્સ દિશા પટની અને કિઆરા અડવાણીએ સુશાંત સિંહને શ્રદ્ધાંજલિ આપવા સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ શેર કરી હતી. આ સિવાય સુશાંતની પહેલી ફિલ્મના ડિરેક્ટર અભિષેક કપૂરે એક્ટરને શ્રદ્ધાંજલિ આપવા ૩૪૦૦ ગરીબોને જમાડવાનું પ્રણ લીધું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સહિત, કિર્કેટર્સ અને રાજકારણીઓએ પણ સુશાંતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.