મુંબઇ 

સુશાંત સિંહ રાજપૂતનાં મોતની તપાસ કરતાં CBIને બે મહિના જેટલો સમય થઇ ગયો છે. બે મહિના લાંબી ચાલેલી તપાસમાં CBIનાં હાથમાં હજુ સુધી કોઇ ચોક્કસ પુરાવો આવ્યો નથી. જેનાંથી સીબિત થઇ શકે કે, સુશાંતે આત્મહત્યા નહોતી કરી પણ તેની હત્યા થઇ હતી. આ વાતને પુખ્તા કરી એઇમ્સ (AIIMS)ની મેડિકલ રિપોર્ટએ. હાલમાં જ સુશાંતની પોસ્ટમોર્ટમ રિપોર્ટને રીએનાલાઇઝ કરનારી એઇમ્સની ફોરેન્સિક ટીમે આને સીધે સીધી આત્મહત્યા ગણાવી હતી. જે બાદ ગત દિવસોમાં એવી ખબર સામે આવી કે CBI SITએ સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસની તપાસ પૂર્ણ કરી લીધી છે. જેમાં કોઇ જ પ્રકારનું ષડ્યંત્ર નથી. કહેવામાં આવે છે. કે, CBI SIT જલદી જ પટના કોર્ટમાં તેમની રિપોર્ટ રજૂ કરશે અને આ કેસને બંધ કરી દેશે.

હવે CBIએ એક ઓફિશિયલ સ્ટેટમેન્ટ જારી કરી આ પ્રકારની ખબરનોને ખોટી ગણાવી છે. અને સ્પષ્ટ કરી દીધુ છે કે, સુશાંત કેસની તાપસ હજુ ચાલુ છે, જી હાં CBIએ સંપૂર્ણ તપાસ પૂર્ણ કરી નથી. ન્યૂઝ એજન્સી ANIની તરપથી એક ટ્વિટ કરીને આ વાતની માહિતી આપી છે જેમાં સ્પષ્ટ લખેલું છે કે, 'કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI) સુશાંત સિંહ રાજપૂતનાં મોતની તપાસને શરૂ રાખેલી છે. મીડિયામાં કેટલીક અટકલ છે કે CBI એક નિષ્કર્ષ પર પહોંચી ગઇ છે. આ તપાસ ફરી થઇ શકે છે. આ તમામ રિપોર્ટ નિરાધાર અને ખોટી છે : CBI' 

આપને જણાવી દઇએ કે, મીડિયામાં આ પ્રકારનાં સમાચાર આવ્યાં બાદ CBIએ તેમની તપાસ પૂર્ણ કરી લીદી છે. CBIએ તેમનું આ ઓફિશિયલ સ્ટેટમેન્ટ જારી કર્યું છે. જેનાંથી સ્પષ્ટ થઇ ગયુ છે કે, સુશાંત કેસની તપાસમાં લાગેલી CBI ટીમ હજુ સુધી કોઇ જ નિષ્કર્ષ પર નથી પહોંચી 

દિશા સાલિયાનનો બોયફ્રેન્આ મામલે જોડાયેલી બીજી મોટી ખબર એ છે કે, સુશાંત કેસનાં નિષ્કર્ષ સુધી પહોંચવા માટે CBI ટીમે તેનાં પૂર્વ મેનેજર (Ex- Manager), દિશા સાલિયાન (Disha Salian)નાં બોયફ્રેન્ડ રોહન રાય (Rohan Rai)ની પણ મુલાકાત કરી હતી. જોકે CBIની ટીમે રોહન રાયની તપાસ પહોંચ્યાં હતાં શું આ જ કારણ હતું કે, હજુ સુધી સ્પષ્ટ નથી થયું. આપને જણાવી દઇએ કે, રોહન રાય જ તે વ્યક્તિ છે જે 8 જૂનનાં દિશાની સાથે હતો. જ્યારે દિશાએ બિલ્ડિંગનાં 14માં માળેથી છલાંગ લગાવી હતીં.  દિશાની આત્મહત્યા કેસ અને સુશાંત સિંહ રાજપૂતનાં મોત કેસને જોડવામાં આવી રહ્યું છે. ગત દિવસોમાં એક્ટર યુવરાજ સિંહએ વારંવાર દાવો કર્યો હતો કે, રોહન રાયની પૂછપરછ બાદ આ કેસને નિષ્કર્ષ સુધી પહોંચાડી શકાય છે.