રાજપીપળા, ગુજરાતમાં કોરોના કેહેર વચ્ચે બર્ડ ફલૂ એ માંથું ઊંચક્યું છે.નર્મદા જિલ્લામાં ૬ કાગડાના શંકાસ્પદ મોતને લઈને પશુપાલન વિભાગ હરકતમા આવી ગયું છે.જાે કે મૃત ૬ કાગડાના સેમ્પલ ભોપાલ મોકલવામાં આવ્યા છે, એ રિપોર્ટ આવ્યા બાદ એમના મોત બર્ડ ફલૂ ને લીધે થયા છે કે અન્ય કારણોસર એ જાણી શકાશે. 

બીજી બાજુ સાવચેતીના ભાગ રૂપે હાલ પશુપાલન વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં આવેલ પાંચ પોલટ્રી ફાર્મમાં ચેકીંગ કરી જરૂરી સૂચના આપવામાં આવી રહી છે.રાજપીપળામાં ચિકન સેન્ટરો પર પણ જરૂરી સાવધાની રાખવાની સૂચના આપી રહી છે.નર્મદા જિલ્લા નાયબ પશુપાલન નિયામક ડો.જીગ્નેશ દવેએ જણાવ્યું હતું કે બર્ડ ફલૂ રોગ સૌથી વધુ મરઘીમાં જાેવા મળતો હોય છે, જાે કોઈ બીમાર મરઘી દેખાય અને એમમાં કલગી ફૂલી જવી, મોઢામાંથી લાડ પડવું સહિતના લક્ષણો વાળી મરઘીને અલગ રાખી જરૂરી સાવચેતી રાખવામાં આવે એવી સૂચના પશુપાલન વિભાગની ટીમે આપી છે. ડો.જીગ્નેશ દવેએ વધુમાં જણાવ્યું હતું કે નર્મદામાં બર્ડ ફલૂ નો એક પણ કેશ નથી.હાલ ૬ કાગડાના મોતને શંકાસ્પદ ગણવામાં આવી રહ્યા છે.આ મૃત કાગડા રાજપીપળા ન્ૈંઝ્ર ઓફિસ પાસેથી મળી આવ્યા હતા.ત્યાંની આજુબાજુમાં ચિકન સેન્ટરો ઘણા છે એટલે શક્ય છે કે આ ચિકનના જે વેસ્ટ બહાર ફેંકવામાં આવે તે કાગડાઓએ ખાધા હોય અથવા એવી શક્યતા પણ છે કે આ ચીકન વેસ્ટ ઘણો સમય પડી રહ્યો હોય અને તેમાં ફૂગ આવી ગઈ હોય તો એવો ખોરાક ખાઈ જતા ફૂડ પોઈઝનિંગ પણ થયું હોય.પણ ક્યારેય બર્ડ ફલૂને કારણે મનુષ્યને તકલીફ પડી હોય કે જીવ ગયો હોય એવો આજ દિન કોઈ દાખલો નથી.