વડોદરા : ગ્રામ્ય પોલીસના એસઓજી પીઆઈની ગુમ થયેલી પત્નીની હત્યા થઈ ચૂકી હોવાનું માની જિલ્લા પોલીસ હવે માત્ર એ દિશામાં તપાસ કરી રહી હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે. તપાસ સાથે સંકળાયેલા એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે ઘટના સાથે સંકળાયેલા તમામ પાસાંઓ ઉપરાંત ગુમ થયેલી સ્વિટી પટેુલના અગાઉના પતિ અને ભાઈએ પણ એ તરફ આડકતરો ઈશારો કર્યો છે. પરંતુ ઘટનાને ઘણો સમય થઈ ગયો હોવા છતાં ભેદ ઉકેલવાનો પડકાર છતાં થોડા દિવસોમાં જિલ્લા પોલીસને સફળતા મળી જશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

એસઓજી પીઆઈની પત્ની સ્વિટી પટેલ ગુમ થયાને અક માસ જેટલો સમય વિતી ગયો હોવા છતાં ખુદ પીઆઈએ આ બાબતને ગંભીરતાથી લઈને ફરિયાદ નહીં નોંધાવતાં ગુમ થયેલી પત્નીના ભાઈની માત્ર જાણવાજાેગ અરજી કરજણ પોલીસ મથકે આપવાની આખી પ્રક્રિયા શરૂઆતથી જ શંકાના ઘેરામાં આવી હતી. ત્યાર બાદ પત્નીના ભાઈ જયદીપ મહેન્દ્રભાઈ પટેલ છેક રાજ્યના પોલીસવડા સુધી રજૂઆત કર્યા બાદ જિલ્લા પોલીસવડાને સૂચના આપવામાં આવી ત્યારે જ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓને જાણ થઈ હતી. એક મહિનાના સમયગાળા દરમિયાન તે વખતના એસઓજી પીઆઈ અજય દેસાઈ જિલ્લા પોલીસવડા સહિત અન્ય કચેરીઓમાં જાણે કશું બન્યું ન હોય એમ નિયમિત આવતા-જતા

હતા. જેને લઈન પણ પોલીસને શંકા થઈ છે.

તપાસ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓનું માનવું છે કે શિક્ષિત અને ગુજરાતી, હિન્દી, અંગ્રેજી બોલી શકતી સ્વિટી પટેલે જાે જાતે ગૃહત્યાગ કર્યો હોય તો અત્યાર સુધી નજીકમાં સગાં, ભાઈ, માતા-પિતા કે અગા.ના પતિ અને પુત્રનો તો સંપર્ક કર્યો જ હોય એવું કશું જ થયું નહીં હોવાથી સ્વિટી પટેલ આ દુનિયામાં જીવિત નહીં હોવાની શંકા ઊભી થઈ છે. આ મામલાની તપાસ કરી રહેલા અધિકારીઓએ કરજણ જઈ જે પ્રયોશા સોસાયટીમાં જઈ પીઆઈ અજય દેસાઈ પત્ની સ્વિટી પટેલ સાથે રહેતો હતો ત્યાં આસપાસ રહેતા પાડોશીઓના નિવેદન લીધા હતા એમાં ગુમ થયાની આગલી રાત્રે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હોવાના અવાજ મોડી રાત સુધી આવતા હોવાનું નોંધાવ્યું છે, જેને લઈને સ્વિટી પટેલ ગુમ થવા પાછળ પીઆઈનો હાથ હોવાની શંકા મજબૂત બની છે. જ્યારે સ્વિટી પટેલના અગાઉના પતિ હિતેશ પંડયા અને પુત્ર રીધમે સોશિયલ મીડિયા ફેસબુક અને ટ્‌વીટર ઉપર ચલાવેલી ઝુંબેશમાં સ્વિટી પટેલને શોધવા માટે લોકોને અપીલ કરી છે એમાં સ્પષ્ટપણે લખ્યું છે કે સ્વિટી પટેલ ગુમ થઈ છે, એને શોધવામાં મદદ કરો, અને જાે એની સાથે કાંઈ અજૂગતું બન્યું હોય તો એને ન્યાય અપાવજાે, આમ પરિવારજનો પણ સ્વિટી જીવિત નહીં હોવાનો આડકતરો ઈશારો કરી રહ્યા છે. ત્યારે તમામ સંજાેગો, પાસાંઓ પરિવારજનો સ્વિટી જીવિત નહીં હોવાનું માની રહ્યા હોવાથી પોલીસ પણ એની હત્યા થઈ હોય એમ માની એ દિશામાં તપાસ હાથ ધરી છે. જેમાં છેલ્લા એક માસ દરમિયાન રાજ્યભરમાં મળેલા વણઓળખાયેલા મૃતદેહોની માહિતી એકઠી કરી રહ્યા છે. જાે કે હત્યા થઈ હોય તો લાંબો સમય વિતી ગયો હોવાથી આ મામલો પેચીદો બન્યો છે પરંતુ ટેકનિકલ સોર્સ, હ્યુમન ઈન્ટેલિજન્સ સહિત બાતમીદારોના નેટવર્કના આધારે તપાસ થઈ રહી છે.

સોશિયલ મીડિયા ઉપર અગાઉના પતિ અને પુત્રે ખોટું થયું હોવાની શંકા વ્યક્ત કરી

વડોદરા. ગુમ થયેલી સ્વિટી પટેલના અગાઉના પતિ હિતેશ અને રિધમ પંડયાએ ઓસ્ટ્રેલિયાથી સોશિયલ મીડિયા ઉપર અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષામાં પ્રજાજાેગ કરેલી અપીલમાં મારી મમ્મી સ્વિટી પટેલ આમ જ મારા ભાઈઓને મુકીને જતી રહે એવી નથી, મને એવો ડર છે કે મારી મમ્મી સાથે કંઈક ખોટું થઈ ગયું હોય. આવી સ્પષ્ટ શંકા કરી સંપર્ક માટે ઓસ્ટ્રેલિયાના નંબરોઅ ને અમદાવાદના દાદાનો નંબર આપ્યો છે જે સ્પષ્ટ બતાવે છે કે પીઆઈ અજય દેસાઈ ઉપર જ શંકા છે.

હત્યા થઈ હશે તો પુરાવા મળવા મુશ્કેલ

વડોદરા. કાયદાના જાણકારોના મત મુજબ સ્વિટી પટેલની હત્યા થઈ હોય તો પીઆઈએ જ હત્યા કરી હોવાનું સાબિત કરતાં પોલીસે ઘણી મહેનત કરવી પડશે. કારણ કે પતિ પીઆઈ હોવાથી પુરાવાનો નાશ કેવી રીતે કરવો એ સારી પેઠે જાણતો હશે એ ઉપરાંત એક મહિના અગાઉ બનેલા બનાવના પુરાવા એકઠા કરવા પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડશે. આવા સંજાેગોમાં મૃતકને ન્યાય અપાવવા માટે પોલીસ સહિત અન્ય તપાસ એજન્સીઓની મદદ લેવી પડશે એમ જાણકારોનું માનવું છે.

ગુમ થયેલ સ્વિટી પટેલ અગાઉ ક્રિકેટર પંડયા બ્રધર્સના મામી થતાં હતાં

વડોદરા. જીવિત નહીં હોવાનું મનાતી ગુમ થયેલી સ્વિટી પટેલે અગાઉ હેતેશ પંડયા સાથે લગ્ન કરી ઓસ્ટ્રેલિયા સ્થાયી થઈ હતી અને દેશના જાણીતા ક્રિકેટ હાર્દિક પંડયા અને કૃણાલ પંડયાના હિતેશ મામા થાય એટલે કે સ્વિટી પટેલ અગાઉ બંને ક્રિકેટરોના મામી થતાં હતાં. ક્રિકેટરોના માતા નલિની અમદાવાદના છે અને હિતેશ પંડયા એમનો ભાઈ છે અને રિધમ એમનો ભાણો છે. સોશિયલ મીડિયા ઉપર આ બધા ફોટા જાેવા મળી રહ્યા છે.

અન્યોની મદદથી હત્યા કરાવાઈ હોઈ શકે?

વડોદરા. સ્વિટી પટેલ ગુમ થવાના મામલામાં તપાસ અધિકારીઓ પણ હત્યા થઈ હોવાનું માની એ દિશામાં તપાસ કરી રહ્યા છે. ત્યારે ખુદ પીઆઈ અજય દેસાઈએ નાર્કો અને પોલિગ્રાફી ટેસ્ટ માટે તૈયારી બનાવતાં પોલીસ અવઢવમાં મુકાઈ છે. જાે ટેસ્ટ માટે ઈન્કાર થાત તો પીઆઈ ઉપર શંકા મજબૂત બની જાય એટલે પોતે નહીં તો કોઈના દ્વારા પણ હત્યા કરાવાઈ હોઈ શકે એમ માની તપાસ અધિકારીઓએ હાલ કરજણ ખાતે ધામા નાખ્યા છે.