વડોદરા, તા. ૨૩

ફતેગંજ વિસ્તારમાં બિલ વગર એપલ કંપનીના એરપોર્ડસ તથા સ્માર્ટવોચનું વેચાણ કરતા શખ્સને ૬૪ એરપોર્ડસ તથા ૧૬ સ્માર્ટવોચ સાથે સયાજીગંજ પોલીસે એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ૮ હજાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સયાજીગંજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તેસમયે ચોકકસ માહિતી મળી હતી કે ફતેગંજ વિસ્તારમા આવેલ એમ્પાયર બિલ્ડીંગની સામે સોનાલીકા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોર ઉપર બિલ વગર એપલ કંપનીના એરપોર્ડસ તથા સ્માર્ટવોચનું વેચાણ થઇ રહ્યું છે. જે માહિતીના આધારે પોલીસે દરોડા પાડી એરપોર્ડસ તથા સ્માર્ટવોચનું વેચાણ કરતા જયેશ તેજુમલ કેલવાણી (રહે, ગણેશ નિવાસસ, ફતેગંજ)ને ૬૪૦૦ની કિંમતના ૬૪ નંગ એરપોર્ડસ તથા ૧૬૦૦ની કિંમતની ૧૬ નંગ સ્માર્ટવોચ સાથે ઝડપી પાડયો હતો. આરોપી જયેશ પાસેને મળી આવેલ મટીરીયલનો કોઇ પુરાવા મળી ન આવતા પોલીસે આરોપી જયેશને મુદ્દામાલ સાથે અટકાયત કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.