વડોદરા : પેટ્રોલ, ડિઝલ, ગેસ, દૂધ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના વધવા ભાવો પર અંકુશ મેળવવામાં નિષ્ફળ રહેલી ભારતીય જનતા પાર્ટીનો અનોખો રીતે વિરોધ કરવા માટે કોવિડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરી શહેરીજનોને સાવ મફતમાં દૂધની થેલીનું વિતરણ કરનાર સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસ વિરુધ્ધ રાજકિય કિન્નાખોરી રાખીને ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા ભાજપાની ગંદી રાજનિતીનો ચહેરો વધુ એક વાર ઉઘાડો પડ્યો છે.

ભારતીય જનતા પાર્ટીના રાજમાં દેશભરમાં મોંધવારીએ માઝા મુકી હતી અને મોંઘવારીના ખપ્પરમાં મધ્યમ અને ગરીબ વર્ગ પિસાઈ રહ્યો છે.

જાેકે વિરોધ પક્ષો વિરોધ કરવામાં વામણા સાબિત થતા આખરે એનજીઓ અને સામાજિક કાર્યકરોને મોંધવારીના વિરોધમાં અવાજ ઉઠાવવાની ફરજ પડી રહી છે. શહેરના સામાજિક કાર્યકર સ્વેજલ ભરતભાઈ વ્યાસે (રેસકોર્ષ સોસાયટી, સુભાનપુરા) તાજેતરમાં દૂધના ભાવમાં થયેલા વધારાનો વિરોધ નોંધાવવા માટે ગઈ કાલે ગોરવામાં બાપુની દરગાહ પાછળ ખુલ્લા પ્લોટમાં ત્રણ હજારથી વધુ નાગરિકોને મફતમાં દૂધ વિતરણનો કાર્યક્રમ કર્યો હતો. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી તેમજ મુખ્યમંત્રી, કોર્પોરેટર સાથે લીધેલી સેલ્ફીધારકો અને સામાન્ય નાગરિકોને અબકી બાર મોંધી સરકાર જેવું સુત્ર બોલનારને દૂધની થેલીઓનું મફત વિતરણ કર્યું હતું. આ પૈકી કારેલીબાગમાં રહેતા કથિત ભાજપા કાર્યકર જીગ્નેશ સુરેશચંદ્ર નાયકે તો પીએમ મોદી સાથેની સેલ્ફી બતાવીને દૂધની ૧૦ થેલીઓ મફતમાં લીધી હતી. જાેકે સાપને ગમે તેટલુ દૂધ પીવડાવો તે ઝેર જ ઓંકે તે ઉક્તિ અનુસાર જીગ્નેશે જ ગોરવા પોલીસ મથકમાં અરજી કરી હતી કે સ્વેજલ વ્યાસે કોરોનાના જાહેરનામાનો ભંગ કર્યો છે.

જાેકે મફત દૂધ વિતરણ સમયે સ્વેજલ વ્યાસ સહિતના કાર્યકરોએ તમામ શરતોનું ચુસ્તપાલન કર્યું હોવા છતાં પોલીસે માત્ર રાજકિય દબાણના કારણે સ્વેજલ વ્યાસ અને ટીમ રિવોલ્યુશનના કાર્યકરો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી સ્વેજલ વ્યાસની અટકાયત કરતા રાજકિય કિન્નાખોરીમાં છેલ્લી કક્ષાએ પહોંચેલી ભાજપાનો વરવો ચહેરો વધુ એક વાર ઉઘાડો પડ્યો હતો. જાેકે સ્વેજલ વ્યાસે તેની સામે રાજકિય કિન્નાખોરી રાખી ફરિયાદ નોંધાઈ છે તેના કારણે જામીન પર મુક્ત થવાનો ઈનકાર કર્યા બાદ મોડી સાંજે પિતાની તબિયત લથડી હોવાની જાણ થતાં જામીન પર છુટકારો મેળવ્યો હતો.

સાસંદ, મેયર અને ભાજપાના શહેર પ્રમુખ સામે કાર્યવાહી કરો

સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા માટે અરજી કરી હતી કે ગત ૩જી તારીખે પંચવટી સોસાયટીની સામે પાંચ બંગલા સ્થળ પર ભાજપા દ્વારા અનાજની કિટના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેરના મેયર કેયુર રોકડિયા, સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર ભાજપા પ્રમુખ વિજય શાહ અને સ્થાનિક કોર્પોરેટરો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૨૦૦થી ૩૦૦નું ટોળું ભેગુ થયું હતુ અને તમામે સોશ્યલ ડિસ્ટન્સ અને કોરોના ગાઈડલાઈનનો ભંગ કર્યો હતો માટે ઉક્ત તમામ ભાજપા અગ્રણી સામે પણ ઈપીકો ૨૬૯,૧૮૮ મુજબ કાર્યવાહી કરો.