બોટાદ-

કોરોના વાયરસે ગુજરાત રાજ્યમાં કાળો કહેર મચાવ્યો છે. રાજમા સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અનલોકમાં ધીમે ધીમે મંદિરો ખૂલવાના શરૂ થયા હતા. પરંતુ ફરી કોરોને રફતાર પકડી છે. અને સંક્રમિતોની સંખ્યામાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. પરંતુ હવે ભગવાનના ધામમાં પ્રવેશી ચૂકેલા કોરોનાને પગલે ગુજરાતના કેટલાક મંદિરોએ પોતાના દરવાજા દર્શનાર્થીઓ માટે ફરી બંધ કરવાનો નિર્ણય લીધો છે.

મળતી માહિતી મુજબ બોટાદનું સુપ્રસિદ્ધ સ્વામીનારાયણ મંદિર હરીભક્તો માટે બંધ કરાયું છે. કોરોનાને કારણે મંદિરના દરવાજા બંધ કરવાની જાહેરાત કરાઈ છે. તો ખેડામાં કોરોના સંક્રમણ વધી રહેવાને પગલે પ્રસિદ્ધ મીનાવાડા દશામાંનું મંદિર બંધ રહેશે. તા. 20 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી મીનાવાડા દશામાનું મંદિર બંધ રાખવામાં આવશે. શ્રાવણ મહિનામાં આવતા દશામાના વ્રતનો ખુબ જ મહિમા રહેલો છે, ત્યારે મીનાવાડા દશામાનું મંદિર બંધ રાખવાનો નિર્ણયના કારણે હજારો શ્રદ્ધાળુઓને દુ:ખ પહોંચી શકે છે. વ્રત દરમિયાન મંદિર બંધ રાખવાના નિર્ણય હાલ લેવાયો છે. દશામા વ્રત દરમ્યાન મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ અહીં આવતા હોવાથી તંત્રએ આ નિર્ણય લીધો છે. કોરોનાના વધતા કેસોને પગલે સંક્રમણ અટકાવવા મંદિર મેનેજમેન્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

જૂનાગઢનું સ્વામિનારાયણ મંદિર પણ ભક્તો માટે બંધ કરવામાં આવ્યું છે. કોરોનાના વધતા કેસને લઈ કોઠારી સ્વામીએ નિર્ણય કર્યો છે. હરિ ભક્તો હવેથી માત્ર ઓનલાઇન દર્શનનો લાભ લઈ શકશે. સરકારનો નવો નિર્ણય ન આવે ત્યાં સુધી મંદિર બંધ રહેશે.