મુંબઈ-

અફધાનિસ્થાનની વર્તમાન પરિસ્થિતિ જોતા સમગ્ર વિશ્વના લોકો તેના પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. સેલિબ્રિટિઓથી લઈને સામાન્ય માણસ સુધી દરેક વ્યક્તિ આ વિશે પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. અભીનેત્રી સ્વરા ભાસ્કરે તાજેતરમાં આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી. પરંતુ સ્વરા ભાસ્કરે જે લખ્યું તે લોકોને ગમ્યુ નહિં અને હેશટેગ #Arestswarabhasker ટ્વિટર પર ટ્રેન્ડ થયું. સ્વરા ભાસ્કર વિરુદ્ધ યુપીમાં ઓનલાઈન ફરિયાદ નોંધાઈ છે. દરરોજ વિવાદોમાં રહેતી અભિનેત્રી સ્વરા ભાસ્કર આ સમગ્ર ઘટના બાદ ફરી એકવાર વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી છે.

અફઘાનિસ્થાનની રાજધાની કાબૂલ સહિત લગભગ આખા દેશને તાલિબાનીઓએ પોતાના કબજામાં કરી લીધો છે. અફઘાનીઓ દેશ છોડવા માટે મજબૂર થઈ ગયા છે, જેના કારણે એરપોર્ટ પણ બસ સ્ટેશનની જેમ ઉભરાઈ રહ્યા છે. આ ઉરરાંત સો. મિડિયા પર સ્વરા ભાસ્કરએ તાલિબાન આતંકવાદીઓની હિન્દુત્વ સાથે સરખામણી કરી નવો વિવાદ છંછેડી દીધો હતો.શુ કહ્યુ સ્વરાએ?

 સ્વરાએ પોતાના ટ્વિટમાં લખ્ચુ કે ‘આપણે હિંદુત્વ આતંકને ક્યારેય સ્વીકારી શકીએ નહિં અને તાલિબાન આતંકથી તમામ લોકો આધાતમાં છે. આપણે તાલીબાની આતંક સામે શાંતિથી બેસી શકીએ નહિ અને પછી હિન્દુત્વ આતંકની વાત આવે ત્યારે ગુસ્સે થઈ જઈએ છીએ. આપણા માનવીય મૂલ્યો નૈતિકતા પીડિત કે શોષણ કરનારની ઓળખ પર આધારિત હોવી જોઈએ નહીં.’ સો. મીડિયામાં પર સ્વરાની આ પોસ્ટ વાયરલ થતાં જ તેની ટીકા કરવામાં આવી રહી છે. યુઝર્સ ગુસ્સામાં તેની ધડપકડ કરવાની માગણી કરવા લાગ્યા. સ્વરા પોતાના બોલ્ડ નિવેદનો અને એસ્ટાબ્લિશમેન્ટ સ્ટેન્ડના કારણે સોશિયલ મિડિયામાં અવારનવાર ટ્રોલ થતી રહે છે.